GSTV
Home » News » વર્લ્ડ કપ પર ‘ત્રીજી આંખ’, હોટલમાં પણ ટીમની સાથે જ રહેશે આ ખાસ વ્યક્તિ

વર્લ્ડ કપ પર ‘ત્રીજી આંખ’, હોટલમાં પણ ટીમની સાથે જ રહેશે આ ખાસ વ્યક્તિ

પહેલીવાર આઈસીસી વર્લ્ડ કપમાં બધી જ 10 ટીમો પાસે ભ્રષ્ટાચાર નિરોધક અધિકારી રહેશે, જેથી ટુર્નામેન્ટને ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગથી મુક્ત રાખી શકાય. ડેલી ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર, આઈસીસીની દરેક ટીમ સાથે એક ભ્રષ્ટાચાર નિરોધક અધિકારી રાખશે, જે અભ્યાસ મેચોથી ટૂર્નામેન્ટના અંત સુધી તેમની સાથે રહેશે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે, ‘આ પહેલાં આઈસીસીની ભ્રષ્ટાચાર નિરોધક શાખાના અધિકારી દરેક જગ્યા પર હાજર રહેતા હતા. જેના કારણે ટૂર્નામેન્ટ દરમિયાન ટીમોએ ઘણા અધિકારીઓનો સંપર્ક કરવો પડતો હતો.’

તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘હવે એક જ અધિકારી દરેક ટીમ સાથે તેમની અભ્યાસ મેચથી ટૂર્નામેન્ટના અંત સુધી રહેશે અને એ જ હોટેલમાં ટીમની સાથે જ રહેશે. તેમની સાથે અભ્યાસ મેચો માટે પણ જશે.’ વર્લ્ડ કપને ફિક્સિંગ અને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવાની આઈસીસીની કવાયતનો જ એક ભાગ છે આ.

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!