GSTV
Home » News » રિક્ષા કે કારનાં બદલે લોકો બહાર જવા માટે હેલિકોપ્ટર બોલાવે છે, આ દેશનો દર બીજો માણસ છે અબજોપતિ

રિક્ષા કે કારનાં બદલે લોકો બહાર જવા માટે હેલિકોપ્ટર બોલાવે છે, આ દેશનો દર બીજો માણસ છે અબજોપતિ

મોનકોનાં રાષ્ટ્રના પ્રમુખ પ્રિન્સ આલ્બર્ટ II સોમવારથી ભારતનાં પ્રવાસે છે. પ્રિન્સ આલ્બર્ટ IIએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તમને જાણીને નવાઈ લાગશે કે મોનાકો એ ભારતના નાના મુહલ્લા સમાન દેશ છે. દરેક બાજુ સ્વચ્છ શેરીઓ અને શાંતિ એ આ દેશની ઓળખ છે.

આ દેશની ખાસ વાત એ છે કે અહીં રહેતી દરેક વ્યક્તિ એક અબજોપતિ છે. લોકો મુસાફરી કરવા માટે કાર અને કેબની જગ્યાએ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. વિશ્વના સમૃદ્ધ લોકો અહીં ખૂબ જ રસ ધરાવે છે. લોકોને પોતાનો એક બંગલો અહીં હોય એવું સ્વપ્ન જુવે છે, પરંતુ હવે તેઓ માટે અહીં જમીન પણ વધી નથી.

મોનાકોને વિશ્વની સંપત્તિની રાજધાની કહેવામાં આવે છે. અહીં રહેતા દરેક વ્યક્તિનો સરેરાશ પગાર કરોડો રૂપિયા છે. અહીં કુલ વસ્તી આશરે 40 હજાર છે. ફ્રાન્સના તટવર્તી વિસ્તારોમાં આવેલો આ દેશ એટલો સુંદર છે કે ત્યાં રહેવું એ એક સ્વપ્ન કરતાં ઓછું નથી. શહેરમાં બધે ઊંચી ઇમારતો જોવા મળે છે. મોનાકોના રસ્તાઓ પર બુગાટી, મેબૈક અને મેકલેરેન જેવી કાર દેખાય એ સામાન્ય છે.

મોનાકોના વિસ્તારને વધારવા માટે પ્રિન્સ આલ્બર્ટની યોજના શરૂ થઈ છે. પ્રિન્સ આલ્બર્ટ દરિયા પર ટાપુ બનાવવા માંગે છે. પ્રિન્સ આલ્બર્ટની આ યોજનામાં ખાનગી રોકાણકારોએ પૈસા મુકવાનું શરૂ કર્યું છે, જો કે મોનાકો સરકાર તેની દેખરેખ રાખે છે. આ પ્રોજેક્ટ દ્વારા દેશમાં 15 એકર જમીનમાં વધારો થશે.

આ પ્રોજેક્ટમાં 30 શિપ ઉભા રાખી શકાય એવા પોર્ટ, બગીચા અને 120 મકાનોવાળી ઈમારત હશે. મોનાકોને અમીરોનાં રમતનું મેદાન કહેવાય છે. આ જ કારણ છે કે વિશ્વના સૌથી મોટા કસીનો પણ અહીં હાજર છે. અહીં લોકો કાર રેસિંગ અને બોટ રેસિંગમાં નાણાં મૂકવાનાં શોખીન છે.

READ ALSO

Related posts

Vodafone વપરાશકર્તા આંનદો, 399 રૂપિયાનાં પ્લાનમાં મળશે આ ફાયદો

pratik shah

PHOTOS: બોડીબિલ્ડર બહેનોની આ ત્રિપુટી એકબીજાની ફોટોકોપી છે, જજ પણ થાય છે કન્ફયુઝ

pratik shah

મામા-ભાણિયા વિખવાદ: ગોવિંદા પરિવાર સાથે કપિલ શર્મા શોમાં આવતાં જ કૃષ્ણા થયો ગાયબ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!