ભાજપનાં દરેક નાના-મોટા નેતા આ પદ માટે ઉપરા ઉપરી પડે છે. જેને પૂછો બધા રેડી જ છે

narendra-modi-amit-shahj

વર્ષોથી ભાજપને સંગઠનની સૂચનાઓ પર ચાલતી પાર્ટી કહેવામાં આવે છે, પરંતુ હવે છત્તીસગઢમાં શરમજનક હાર પછી સંગઠનના પદો માટે રોજ નવા દાવેદારો આવે છે. વિરોધ પક્ષ સાથેની હાર બાદ હવે ભાજપનાં નેતાઓ છત્તીસગઢ રાજ્યના પ્રમુખ બનવા માટે તલપાપડ થઈ રહ્યા છે. ઘણા હારેલા નેતાઓએ ઈશારામાં કહ્યું છે કે જો તેમને પૂછવામાં આવશે કે શું તમે આ પદ સંભાળશો તો તેઓ ચોક્કસપણે હા જ પાડશે. ભાજપના નવા રાજ્ય પ્રમુખનું ટૂંક સમયમાં નામ જાહેર કરવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીમાં રાજ્યના પ્રમુખને લઈને જોરદાર યુધ્ધ ચાલી રહ્યું છે. કેમ કે પાર્ટીના પ્રમુખનું પદ એ એક શક્તિશાળી પદ છે. આ પદ માટે ઘણી આશંકાઓ કરવામાં આવી રહી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમન સિંહને આ પદ માટે દાવેદાર માનવામાં આવે છે. જો કે, તેમને તો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવી દીધા એટલે એ સ્પષ્ટ થઈ ગયું કે તેઓ હવે આ સ્પર્ધકોમાંથી બહાર છે. 11મી અને 12મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં અધિવેશન યોજાશે તેમા જવા માટે દિગ્ગજ નેતાઓ દિલ્હી રવાના થઈ ગયા છે.

દિલ્હી જતા પહેલા જ્યારે રાયપુરમાં પૂછવામાં આવ્યું કે આ પદ કોણ સંભાળશે. ત્યારે કોઈએ ઈનકાર ન કર્યો. જ્યારે ભૂતપૂર્વ મંત્રી બૃજમોહને તો ડૉ રમન સિંઘનું જ નામ આપ્યું હતું. કેદાર કશ્યપ કે જે આદિજાતિ રાજ્ય પ્રમુખ છે તેણે પણ આ મુદ્દા વિશે વાત કરી હતી. ભૂતપૂર્વ મંત્રી અજય ચંન્દ્રકાર, પ્રેમ પ્રકાશ પાંડેએ જાહેરમાં નથી જણાવ્યું પરંતુ ઈશારામાં તો ચોક્કસપણે બોલી ગયા હતા કે તેમને આ પદ જોઈએ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter