GSTV
Gujarat Government Advertisement

મહત્વપૂર્ણ / દરેક ઘરમાં હોવા જોઇએ આ 5 મેડિકલ ડિવાઇસ, જીવ બચાવવામાં કરી શકે છે મદદ

Last Updated on June 9, 2021 by Zainul Ansari

આપણે સૌએ તાજેતરમાં જ ખૂબ જ ખરાબ સમય જોયો છે. આ દરમિયાન ઓક્સિમીટરની મદદથી ઘણા કોરોના દર્દીઓને સમયસર સારવાર મળી શકી અને તેમના જીવ બચાવી શકાયા. કોરોનાની જેમ એવી ઘણી ગંભીર આરોગ્ય સમસ્યાઓ છે, જેના કારણે પીડિતા વ્યક્તિને સમયસર સારવાર ના મળવાના કારણે મૃત્યુ પામે છે. પરંતુ જો તમારી પાસે ઘરે આ 5 મેડિકલ ડિવાઇસ છે, તો પછી તમે વિલંબ કર્યા વિના દર્દીના સ્વાસ્થ્યને ચકાસી શકો છો અને સમયસર જરૂરી સારવાર મેળવીને તેમનો જીવ બચાવી શકો છો. ચાલો જાણીએ કે આજના સમયમાં કયા 5 મડિકલ ડિવાઇસ ઘરે હોવા જરૂરી છે.

  1. થર્મોમીટર

કોરોના હોય, ડેન્ગ્યુ હોય અથવા હાઇપરથર્મિયા (ગરમીને કારણે અસામાન્ય શારીરિક તાપમાન), આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં શરીરનું તાપમાન નોંધપાત્ર રીતે વધે છે. જેને આપણે તાવ તરીકે જાણીએ છીએ. જો સમયસર તાવના અસામાન્ય સ્તરને શોધી કાઢવામાં નહીં આવે, તો તે મગજમાં પણ આક્રમણ કરી શકે છે. વધારે તાવ હોવાનો અર્થ એ છે કે સંક્રમણ અથવા રોગ ગંભીર બની રહ્યો છે. જેના કારણે જીવને પણ જોખમ હોય છે. તેથી સમયસર તાવ તપાસવા માટે તમારા ઘરે થર્મોમીટર રાખવું જરૂરી છે. 100થી ઉપરના તાવમાં તમારે ડોક્ટરની સહાય લેવી જોઈએ.

  1. પલ્સ ઓક્સિમીટર

કોવિડ -19 ને કારણે દર્દીઓનું ઓક્સિજન સ્તર ખૂબ ઝડપથી ઘટતું જાય છે. જેના કારણે તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી જઇ જરૂરી ઓક્સિજન લેવાની જરૂર પડે છે. જો તમારી પાસે પલ્સ ઓક્સિમીટર નથી, તો પછી ઓક્સિજનના અભાવ વિશે જાણકારી મેળવી શકાતી નથી. અને જો આમ થયું તો હોસ્પિટલમાં ઓક્સિજન લેવામાં સમય લાગી શકે છે. તેથી જો કોઈ કોરોના સંક્રમિત હોય અથવા કોઈને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય, તો તમારે પલ્સ ઓક્સિમીટરથી તેના શરીરના બ્લડ ઓક્સિજન અને પલ્સની તપાસ કરવી જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા મુજબ 95 કરતા ઓછો ઓક્સિજન હોવું જોખમી હોઈ શકે છે.

ઓક્સીમીટર
  1. બ્લડ પ્રેશર મોનિટર

બ્લડ પ્રેશર એક સાઇલેનટ કિલર છે, જે શરીરને અંદરથી નુકસાન પહોંચાડતું રહે છે. તેના કારણે હૃદયની ઘણી બીમારીઓ થઈ શકે છે અને તે હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે. જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે અને તે ખૂબ જ નીચું અથવા વધારે થઈ જાય છે, તો તમારે ઘરે બ્લડ પ્રેશર મોનિટર રાખવું જ જોઇએ. જેથી તમે દરરોજ તમારા બ્લડ પ્રેશરને ચકાસી શકો અને જરૂરી કાળજી લઈ શકો. તમારું બ્લડ પ્રેશર સામાન્ય રીતે લગભગ 120/80ની આસપાસ હોવું જોઈએ.

  1. ગ્લુકોમીટર અથવા બ્લડ ગ્લુકોઝ મોનિટર

આજકાલ ડાયાબિટીઝ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે ખરાબ જીવનશૈલી અથવા મેદસ્વીપણાને કારણે મોટાભાગને છે. પરંતુ સામાન્ય હોવા છતાં, આ રોગને ઓછું જોખમી ગણી શકાય નહીં. લાંબા સમય સુધી શરીરમાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોવાને કારણે કિડનીને નુકસાન, હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી જીવલેણ સમસ્યાઓ થઈ શકે છે. તેથી ડાયાબિટીઝના દર્દીઓએ નિયમિત સમયે ઘરે જ બ્લડ ગ્લુકોઝનું સ્તર તપાસવું જોઈએ. જેના માટે ઘરે ગ્લુકોમીટર હોવું જોઈએ. જીવનશૈલી નિષ્ણાંત ડો.એચ.કે. ખારબંડા મુજબ તમારું રેન્ડમ બ્લડ સુગર ટેસ્ટનું રિઝલ્ટ 150mg/dL હોવું જોઈએ.

  1. નેબ્યુલાઇઝર

અસ્થમા અથવા ફેફસાની સમસ્યાથી પીડાતા દર્દીઓએ ઘરે નેબ્યુલાઇઝર મશીન લાવવું જોઈએ. કારણ કે ફેફસાં સંબંધિત સમસ્યાઓમાં સોજો અને શ્વાસની તકલીફોને ઘટાડવા માટે નેબ્યુલાઇઝર્સની મદદથી દવા લેવામાં આવે છે. સામાન્ય રીતે નેબ્યુલાઇઝરની મદદથી 5થી 10 મિનિટમાં ફેફસા સુધી આરામ પહોંચાડતી દવા પહોંચાડી શકાય છે અને અસ્થમા અથવા સીઓપીડીના દર્દીને રાહત મળે છે. જે તેમના જીવને બચાવવા માટે ખૂબ જ મદદગાર છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જામનગર/ જર્જિરત ઇમારતોને નોટિસ આપવાનું નાટક, દર વર્ષે નોટિસ આપીને સંતોષ માને છે તંત્ર !

pratik shah

આધાર કાર્ડ અપડેટ / તમે સ્વ-સેવા પોર્ટલ પર જઈને જાતે નામ, સરનામું અને જન્મ તારીખ અને લિંગને અપડેટ કરી શકો છો, જાણો અહીં

Vishvesh Dave

ટેક / Google પરથી કોન્ટેક્ટ ડિલીટ થઇ ગયા છે! તો આવી રીતે કરો રિસ્ટોર, જાણો આખી પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!