GSTV
Home » News » 2050માં દર પાંચ કારમાંથી ચાર હશે ઇલેક્ટ્રિક, જોડાયેલી 10 વાતો

2050માં દર પાંચ કારમાંથી ચાર હશે ઇલેક્ટ્રિક, જોડાયેલી 10 વાતો

ફ્યુએલની કિંમતો અને વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દુનિયા હવે ધીમે ધીમે ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહી છે. જો કે, ભારતમાં હમણા ઇલેક્ટ્રિક વાહનો લોકોને ભૂલાયા નથી, પણ આવનારા સમયમાં અહીં પણ લોકો આવા વાહનો તરફ વલણ કરશે. તાજેતરમાં આવેલ રિપોર્ટ્સ મુજબ, વર્ષ 2050 સુધીમાં વિશ્વભરમાં દરેક પાંચ કારમાં ચાર કાર ઇલેક્ટ્રિક હશે.

  •  વિશ્વભરમાં વેંચાનાર વાહનોમાં હમણાં જ ઇલેક્ટ્રિક વાહનોનું શેર લગભગ 1-2 છે. વર્ષ 2047 સુધી દુનિયાભરમાં રસ્તાઓ પર એક બિલિયન એટલે 100 કરોડ ઇલેક્ટ્રિક વાહનો હશે.
  •  વર્ષ 2038 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો વેચાણના કિસ્સામાં ટ્રેડીશનલને પાછળ છોડી દેશે.
  • 2018માં વિશ્વભરમાં ચાલનારા ઇલેક્ટ્રિક વાહનોમાં 40 ટકા વાહન ચાઇનામાં ચાલે છે. ચાઇનામાં આ સમયે 1.2 મિલિયન એટલે 12 લાખ ઇલેક્ટ્રિક વાહનો ચાલે છે. ત્યાં, સમગ્ર વિશ્વમાં 3.1 મિલિયન એટલે કે 31 લાખ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ થાય છે.
  •  2023માં ઇલેક્ટ્રિક વાહનો પર નેગેટિવ પ્રોફિટ માર્જિન પેક એટલે કે સૌથી વધારે થશે.
  • 2028માં ટ્રેડીશનલ એન્જિન ધરાવતી મોડલ્સની વેચાણમાં નુકસાનની શરૂઆત થઈ શકે છે.
  •  2029થી ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થશે.
  •  ઇન્ટરનેશનલ કાર કંપનીઓએ ઇલેક્ટ્રિક વાહનો માટે યોજના બનાવવાની શરૂઆત કરી છે. આ હેઠળ હોન્ડાએ ઉત્પાદન અને વેચાણની ફ્લેગશિપ ડીઝલ વાહનો યુરોપમાં પ્રવેશ કર્યો છે. ફિયાટ વર્ષ 2020 સુધીમાં ડીઝલ મોડલ બંધ કરી દેશે. પોર્શેએ મુખ્ય મોડલ્સ માટે ડીઝલ વેરિયન્ટ બંધ કર્યા છે. હવે કંપની પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સુબારુ વર્ષ 2020 સુધી ડીઝલ કારના ઉત્પાદન અને વેચાણ બંધ કરશે. ટોયોટા 2018નાં અંત સુધી યુરોપમાં ડીઝલ એન્જિન કારનું વેચાણ બંધ કરશે. વોલ્વોએ ડીજન એન્જિનને બંધ કરવાનું એલાન કર્યું છે.
  • વર્ષ 2017માં ભારતે વેચાયેલા વાહનોમાં ઇલેક્ટ્રિક વાહનોનો શેર 4 ટકા રહ્યો. તેમાં 900,000 કાર હતી
  •  ભારત કારે હજુ લોકોને આકર્ષ્યા નથી. તેને લઈને 60 ટકા ડ્રાઇવરો કહે છે કે ઘર નજીક ચાર્જિંગ સ્ટેશનની કમી છે તેના કારણે તેઓ ઇલેક્ટ્રિક વાહનો નથી લેતા. 25 ટકા માને છે કે ઇલેક્ટ્રિક વાહનો જેટલી રેન્જ આપે છે, તેના સરખામણીમાં તે ખૂબ ખર્ચાળ પડે છે. 46 ટકાની ફરિયાદ ઓછી ડ્રાઇવિંગ રેન્જમાં છે. 87 ટકા ભારતીય ડ્રાઈવર અને કાર માલિક કહે છે કે જો ઇલેક્ટ્રિક વાહનોથી વાયુ પ્રદુષણ ઓછું થાય તો તે ખરીદશે.
  •  અમેરિકાના ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લા ઈન્ડિયામાં વ્યાપાર શરૂ કરવા માંગે છે, પરંતુ સરકારના નિયમોના કારણે તેમાં વિલંબ આવે છે. થોડા દિવસ પહેલા કંપનીનાં સીઇઓ એલન મસ્ક દ્વારા ટ્વીટ કરી હતી કે અમે ભારતમાં વ્યાપાર શરૂ કરવા માંગીએ છીએ, પરંતુ સરકારના નિયમોનાં કારણે વિલંબ થાય છે.

Related posts

માનવ તસ્કરીમાં જામીન પર ફરનારા પંજાબી ગાયક ભાજપમાં જોડાયા, મળી શકે છે ટિકિટ

Mayur

Avengers Endgameની પહેલા જ દિવસે છપ્પરફાડ કમાણી, બાહુબલી-દંગલ જેવી ફિલ્મોના તો ચણા-મમરા પણ ન આવ્યાં

Bansari

લંડનની વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે નીરવ મોદીને ફરી ઝટકો આપ્યો, 13,400 કરોડ રૂપિયાનો કર્યો છે ગોટાળો

Mayur