GSTV
ટોપ સ્ટોરી

વાકયુદ્ધ / મારી ઓફિસે આવ્યાં હોત તો ખબર પડત કે હું રોજના કેટલાંને મળતો, નીતિન પટેલનો વળતો જવાબ

‘અમારા ભાજપના સાંસદ નારણ કાછડિયાએ સૌની યોજનામાં મેં કામ નહીં કર્યું હોવાનો જે આરોપ મૂક્યો છે તેમાં તેમની સમજ ફેર થઇ લાગે છે, કારણ કે મારી પાસે સિંચાઇ વિભાગ ન હતો. તેમણે બીજો જે આરોપ મૂક્યો છે કે, ‘હું મળતો ન હતો પરંતુ મારે કહેવાનું છે કે પ્રતિદિન મારી ઓફિસમાં 700 મુલાકાતીઓ આવતા હતા અને બઘાંને હું મળતો હતો.’

મારી ઓફિસે આવીને જોયું હોય તો ખબર પડત કે હું કેટલા લોકોને મળતો હતો : નીતિન પટેલ

નવી સરકાર આવ્યા પછી ભાજપના સાંસદ નારણ કાછડિયાના આરોપના પ્રત્યુત્તરમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આવી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ઉત્તર ગુજરાત કરતાં મેં સૌરાષ્ટ્ર માટે ખૂબ કામ કર્યું છે.’ કાછડિયા કહે છે કે, ‘હું કોઇને મળતો ન હતો પરંતુ મારી ઓફિસમાં આવીને જોયું હોય તો ખબર પડી હોત કે હું કેટલા લોકોને મળતો હતો. હું સંસદસભ્યો અને ધારાસભ્યોને પણ મળતો હતો અને તેમની રજૂઆત કે પ્રશ્નોને સાંભળીને તેનો નિકાલ કરતો હતો.’

નીતિન પટેલ અને નારણ કાછડિયા વચ્ચેનો મૂળ વિવાદ ડોક્ટરની બદલીનો છે અને તે કોરોના સંક્રમણના સમયમાં કરેલી ભલામણનો છે. કાછડિયાનો આરોપ હતો કે નીતિન પટેલ તેમની વાત સાંભળતા નથી પરંતુ જેની સામે નીતિન પટેલે કહ્યું હતું કે નારણભાઇએ ક્યા ડોક્ટર માટે ભલામણ કરી હતી તે બાબત મારા ધ્યાનમાં નથી. કોરોના સમયમાં હું એટલું કહીશ કે બઘાં ડોક્ટરોએ આ મહામારીમાં દિનરાત જોયા વિના દર્દીઓની સેવા કરી છે.

સૌની યોજના મારા હસ્તક ન હોતી, સિંચાઇ વિભાગ તો રૂપાણી પાસે હતો : નીતિન પટેલ

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ સૌની યોજના અને સૌરાષ્ટ્રને અન્યાય કર્યો હોવાના આરોપના જવાબમાં નીતિન પટેલે કહ્યું હતું કે, ‘સિંચાઇ વિભાગની જવાબદારી વર્ષોથી મારી પાસે નથી. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તે સમયે તેમણે સૌની યોજના શરૂ કરી હતી. તે સમયે હું સિંચાઇ મંત્રી હતો, ત્યારપછી વિભાગ બદલાતાં સિંચાઇ વિભાગ બાબુ બોખિરીયા પાસે આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી તો સિંચાઇ વિભાગ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે રહ્યો છે.

મારી પાસે જે જવાબદારી હતી તે બઘી મેં નિભાવી છે. ઉલ્લેખનીય છે કે નીતિન પટેલના ફેસબુક વિડીયોમાં ભાજપના સાંસદ નારણ કાછડિયાએ આરોપ લગાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે ગાંધીનગર જઇએ ત્યારે કામની વાત તો દૂર રહી સામું પણ જોતા ન હતા. પોસ્ટમાં નીતિન પટેલે પહેલાં કટાક્ષમાં કહ્યું હતું કે પાર્ટીમાં વિભિષણ હોય તેમ મંથરા પણ હોય છે. જેમને મારા મંત્રી ન રહેવાથી છૂપો આનંદ હોઇ શકે છે. મંથરાએ જ કાનભંભેરણી કરી હતી.

READ ALSO :

Related posts

અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું

pratikshah

BIG NEWS: ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમને મળી સફળતા! દેહવિક્રયમાં ધકેલાઈ રહેલી ત્રણ બાળાઓને બચાવી, એક નરાધમને પણ દબોચ્યો

pratikshah

બિહારમાં બબાલને ડામવા અમિતશાહ ફૂલ એક્શન મોડમાં, બિહારમાં પેરામિલિટ્રી ફોર્સની વધુ 10 કંપનીઓ થશે તૈનાત

pratikshah
GSTV