GSTV

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

2017માં ડોકલામમાં ચીન સાથે 72 દિવસીય સંઘર્ષ થયા પછી જ ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર (એલએસી) એરબેઝને મજબુત બનાવવાનું શરૂ કર્યું હતું. ચીનની સેનાએ લદ્દાખના પેંગોંગ ત્સોથી માત્ર 200 કિલોમીટર દૂર નાગરી ગુન્સા એરપોર્ટ (નગરી ગુન્સા) પર લડાકુ વિમાનોની જમાવટ શરૂ કરી હતી.

યુદ્ધ દરમયાન આ એરબેઝનો ચીન કરી શકે છે ઉપયોગ

ચીન સાથે સંકળાયેલા સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ઉત્તરીય, મધ્ય અને પૂર્વી ક્ષેત્રમાં કુલ 14 એરફિલ્ડ છે. તાજેતરમાં, યુએસ એરફોર્સની ચાઇના એરોસ્પેસ સ્ટડીઝ ઈન્સ્ટિટ્યૂટ (સીએએસઆઈ) ના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીને નગરી ગુન્સા એરપોર્ટ સિવાય સીનજિયાંગના હોતન એરબેઝ પર 36 એરક્રાફટ તૈનાત કર્યા છે, જેમાં 24 જે -11, 6 જે-8 ફાઇટર, 2 વાય -8 જી પરિવહન વિમાન, બે કેજે -500 એરબોર્ન ચેતવણી વિમાન, બે એમઆઈ -17 હેલિકોપ્ટર અને સીએચ -4 ડ્રોન છે. નિષ્ણાંતોના મતે, ચીનના હોતન, યરકાંત અને કાશગર હવાઇ મથકો લદાખની નજીક છે અને યુદ્ધ દરમિયાન, ચીન તેનો ઉપયોગ ભારત સામે કરી શકે છે.

આ સ્થળે ચીને ગોઠવ્યાં લડાકુ વિમાનો

આ વર્ષે હોવર્ડ કેનેડી સ્કૂલના બેલ્ફર સેન્ટર ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ અફેરે એક અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલ મુજબ “ભારતીય સરહદી વિસ્તારોની નજીકના સૌથી મહત્વપૂર્ણ પીએલએએફ ફોરવર્ડ એરપોર્ટ અને એરસ્પેસ – જે લડાઇ કામગીરીમાં મહત્વપૂર્ણ બનશે. હોતન, લ્હાસા / ગોંગાગર, નગરી-ગુનાસા અને જીગ્ઝે સ્થિત ચીનના લડાકુ વિમાનો ગોઠવાયા છે. જેમના દાયરામાં ભારતના કાશ્મીર, ઉત્તર ભારત અને ઉત્તર-પૂર્વ ભારતમાં સ્થળો છે.

ભારતીય વાયુ સેના ચીનના આ એરબેઝ પર તૈનાત લડાકુ વિમાનોને નષ્ટ કરી શકે છે

નગરી-ગુન્સા અને ઝિગાઝેના એરબેઝ પર કોઈ બ્લાસ્ટ ઓએન નથી. આવી સ્થિતિમાં જવાબી કાર્યવાહી દરમિયાન ભારતીય વાયુ સેના ચીનના આ એરબેઝ પર તૈનાત લડાકુ વિમાનોને નષ્ટ કરી શકે છે. લ્હાસા એરબેઝ પર ચીને તાજેતરમાં 36 વિમાનની સુરક્ષા માટે સખત તૈયારી કરી છે. ચીનમાં જે -10, જે -11 અને એસયુ -27 સહિત કુલ 2100 જેટલા લડાકુ વિમાનો છે.

Related posts

IPLની શરૂઆત અગાઉ રોહિત શર્માએ કહ્યું – કોની વિરુદ્ધ રમવું વધારે ગમે છે

Mansi Patel

સૌથી વધુ વરસાદ છતા પણ કચ્છમાં ટેન્કર રાજ, ભુજમાં લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા

Nilesh Jethva

સરકારે પહેલીવાર કહ્યું આ તારીખે ભારતને મળશે કોરોના વેક્સીન, રશિયા સાથે ચાલી રહી છે ચર્ચા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!