GSTV
Home » News » નવેમ્બર મહિનો પણ મંદીની ઝપેટમાં, વાહનોના વેચાણમાં તોતિંગ ઘટાડો

નવેમ્બર મહિનો પણ મંદીની ઝપેટમાં, વાહનોના વેચાણમાં તોતિંગ ઘટાડો

લાંબા સમયથી મંદીમાંથી પસાર થઇ રહેલા ઓટો સેક્ટરને વધુ એક આંચકો લાગ્યો છે. નવેમ્બરમાં ઓટો સેક્ટરના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 12.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલથી નવેમ્બર સુધીના સમયગાળામાં કુલ વેચાણમાં 16 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ જ સમયગાળામાં ઉત્પાદનમાં પણ 13.75 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ આંકડા જાહેર થયા પછી ઓટો સેક્ટરના શેરમાં એક ટકાનો ઘટાડો થયો હતો.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચર્સના આંકડા અનુસાર નવેમ્બરમાં કુલ 17,92,415 વાહનોનું વેચાણ થયું હતું. જ્યારે એક વર્ષ અગાઉ આ જ સમયગાળામાં 20,38,007 વાહનો વેચાયા હતાં. નવેમ્બરમાં પેસન્જર વાહનોનું વેચાણ 0.84 ટકા ઘટીને 2,63,773 રહ્યું હતું. નવેમ્બર, 2018માં પેૈસેન્જર વાહનોનું વેચાણ 2,66,000 રહ્યું હતું.

કારોનું વેચાણ 10.83 ટકા ઘટીને 1,60,306 રહ્યું છે. જે નવેમ્બર, 2018માં 1,79,783 હતું. આવી જ રીતે મોટરસાયકલનું વેચાણ પણ 14.87 ટકા ઘટીને 8,93,538 રહ્યું છે. જે એક વર્ષના સમાન ગાળામાં 10,49,651 હતું.

દ્વિચક્રી વાહનોનું કુલ વેચાણ પણ 14.27 ટકા ઘટીને 14,10,939 રહ્યું હતું જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 16,45,783 હતું. કોમર્શિયલ વાહનોનું વેચાણ પણ ઘટીને 61,907 રહ્યું છે. ભારે ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અર્જુનરામ મેઘવાલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક એપ્રિલ 2020 સુધી આપણને બીએેસ-4 થી બીએસ-6 માપદંડ પર જવાનું છે અને ઇલેક્ટ્રિકલ વાહનોને પણ વેગ આપવાનો છે.

READ ALSO


Related posts

ભારતના પાડોશી દેશમાં બુરખા પર લાગશે પ્રતિબંધ, હંગામી ધોરણે કાયદો બનાવવા સંસદમાં પ્રસ્તાવ

Pravin Makwana

બેંગલુરૂમાં લાગ્યા કાશ્મીર મુક્તિના પોસ્ટર્સ, પોલીસે એક મહિલાની કરી ધરપકડ

Nilesh Jethva

દુનિયાના આ દેશો પાસે છે સૌથી વધુ સોનાનો ભંડાર, જાણો ભારત પાસે કેટલુ છે સોનુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!