GSTV

અગત્યનું/ લોન ડિફોલ્ટ થઇ જાય તો પણ બેંક ના કરી શકે આ કામ, જાણી લો શું છે તમારા અધિકાર

લોન

Last Updated on June 25, 2021 by Bansari

જ્યારે વ્યક્તિ તેની લોન EMI ચૂકવવામાં અસમર્થ હોય અને ડિફોલ્ટ કરી જાય તો એવું નથી કે લોન આપતી કંપની અથવા બેંક તમને પરેશાન કરવાનું શરૂ કરી દે છે. યાદ રાખો કે લોન ચૂકવણીમાં લેણદાર ડિફોલ્ટ થાય તો પણ, તે સંપત્તિ ઉપરના તમામ હક ગુમાવતો નથી. તેને માનવીય વ્યહાર મેળવવાનો પૂરો અધિકાર છે. ચાલો આપણે જાણીએ કે એવી કઈ બાબતો છે જે આવી સ્થિતિમાં બેંક કરી શકશે નહીં.

બળજબરી કરવાનો કોઈ અધિકાર નથી

ધીરનાર તેમની લોન રિકવર કરવા માટે  રિકવરી એજન્ટોની સેવાઓ લઈ શકે છે, પરંતુ તેઓ તેમની હદ પાર કરી શકશે નહીં. આવા થર્ડ પાર્ટી એજન્ટો ગ્રાહકને મળી શકે છે. જો કે, તેમને ગ્રાહકોને ધમકાવવા અથવા દબાણ કરવાનો અધિકાર નથી. તેઓ સવારે 7 થી સાંજના 7 દરમિયાન ગ્રાહકના ઘરે જઈ શકે છે.

લોન

બેંક એફઆઈઆર દાખલ કરી શકતી નથી

લોન ડિફોલ્ટ એ સિવિલ બાબત છે, ફોજદારી કેસ નથી, પરંતુ જો કેસના તથ્યો બતાવે છે કે તમે કોઈ ફ્રોડ પેપર્સ દ્વારા લોન લીધી છે, તો બેંક એફઆઈઆર નોંધાવી શકે છે. અથવા તમે વિલફુલ ડિફોલ્ટર છો. એટલે કે, જો તમે ઇરાદાપૂર્વક બેંકને પૈસા આપવા માંગતા નથી, તો પણ છેતરપિંડીનો હેતુ હોઈ શકે છે. આવા સંજોગોમાં એફઆઈઆર નોંધાઈ શકે છે. પરંતુ તમે જેનુઅન કસ્ટમર છો, તમારો પગાર મળ્યો નથી અથવા વ્યવસાયમાં કોઈ સમસ્યા છે અને આને કારણે તમે લોન ભરપાઈ કરી શકતા નથી, તો પછી તમારી સામે એફઆઈઆર નોંધી શકાતી નથી.

નોટિસ આપવી જરૂરી

જ્યારે લેણદારના ખાતાને 90 દિવસ સુધી બેંકમાં હપ્તાઓ ચૂકવવામાં આવતા નથી ત્યારે તે નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આવા કિસ્સામાં, લોન આપનારે ડિફોલ્ટરને 60 દિવસની નોટિસ આપવી પડશે.

જો લોન લેનાર નોટિસ પીરિયડમાં ચુકવણી કરવામાં સમર્થ ન હોય, તો બેંક એસેટના વેચાણ સાથે આગળ વધી શકે છે. જોકે, એસેટના વેચાણ માટે બેંકે 30 દિવસની જાહેર નોટિસ જારી કરવી પડે છે.

લોન

સંપત્તિનું યોગ્ય મૂલ્ય મેળવવાનો અધિકાર

સંપત્તિના વેચાણ પહેલાં, બેંક / નાણાકીય સંસ્થાએ એસેટના વ્યાજબી મૂલ્ય દર્શાવતી નોટિસ જારી કરવી પડે છે. તેમાં રિઝર્વ પ્રાઇસ, તારીખ અને સમયનો પણ ઉલ્લેખ કરવાની જરૂર છે. લેણદારને લોનની રિકવરી પછી વધારાની રકમ મેળવવાનો અધિકાર છે. બેંકે તેને પરત આપવી પડશે.

ત્રણ વર્ષ પછી કેસ બનતો નથી

લિમિટેશન એક્ટ 1963 હેઠળ, બેંક તમારી સામે સિવિલ કોર્ટમાં કોઈ રિકવરી કેસ દાખલ કરી શકશે નહીં, જો લોનની ચુકવણી માટેની નિયત તારીખ પસાર થઈ ગઈ હોય અને ત્રણ વર્ષ પસાર થઈ ગયા હોય, પરંતુ બેંકનો પૈસા લેવાનો અધિકાર પૂરો થતો નથી.

Read Also

Related posts

Rare Notes: ફક્ત 5 રૂપિયામાં બદલો તમારું નસીબ, આ 1 નોટના બદલામાં મેળવો હજારો રૂપિયા

Vishvesh Dave

દવા તરીકે ઉપયોગમાં આવતા આ ફૂલનું ઉત્પાદન કરીને કરી દર વર્ષે કમાઈ શકાય છે 15 લાખ રૂપિયા, જાણો શું છે ખર્ચ?

Pritesh Mehta

ઈલેક્શન કાર્ડ ખોવાઈ ગયું છે તો ચિંતા ના કરોઃ આ રીતે મિનિટોમાં થઈ જશે તમારું કામ, બસ આ એક જ કરવાની છે સરળ પ્રોસેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!