GSTV

દેશનો મિજાજ/ કોરોના અને ચીન પડકાર નહીં : આજે ચૂંટણી થાય તો પણ મોદી બની જશે ફરી પ્રધાનમંત્રી, BJPને મળશે બહુમત

બીજેપી

વર્ષ 2020 મોદી સરકાર માટે પડકારભર્યુ રહ્યું. એક તરફ જ્યાં કોરોના મહામારીએ દેશને પોતાની ઝપેટમાં લઇ લીધો હતો ત્યાં બોર્ડર પર ચીન સમગ્ર વર્ષ દરમિયાન અવળચંડાઇ કરવામાં લાગ્યુ હતુ. 2020ની શરૂઆત નાગરિકતા સંશોધન કાનૂન (CAA) વિરુદ્ધ પ્રદર્શનથી થઇ તો અંત દિલ્હી બોર્ડર પર બેઠેલા ખેડૂતોના આંદોલન સાથે થયો. આવી સ્થિતિને જોતા કોઇપણ નેતા અથવા તેની સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થવો સ્વાભાવિક માનવામાં આવે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર સાથે એવું નથી. ઇન્ડિયા ટુડે-કાર્વી ઇનસાઇટ્સ મૂડ ઑફ ધ નેશન (MOTN)ના સર્વેમાં જાણવા મળ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હજુ પણ યથાવત છે અને જનતાનો સાથ તેમની સરકાર સાથે હજુ પણ યથાવત છે.

બીજેપીની તરફેણમાં આંકડા

સર્વેમાં જાણવા મળ્યું કે જો આજે લોકસભાની ચૂંટણી થાય તો NDAને 321 સીટો મળી શકે છે. MOTNના વર્ષ 2020ના સર્વે સાથે તુલના કરીએ તો NDAને પાંચ સીટોનો ફાયદો છે. જો કે 2019ની લોકસભાની ચૂંટણીમાં મળેલી 353 સીટો કરતાં આ આંકડો ઓછો છે. બીજી બાજુ, UPAના ખાતામાં 93 સીટ જવાનો અંદાજ છે.

બીજેપી

કઇ પાર્ટીને કેટલી સીટો

સર્વે અનુસાર, 543 લોકસભા સીટોમાંથી બીજેપીના ખાતામાં 291 સીટો જઇ શકે છે. એટલે કે આજે પણ તે પોતાના દમ પર સરકાર રચી શકે છે. તેના ખાતામાં 37 વોટ જઇ શકે છે. સાથે જ કોંગ્રેસ પોતાના દમ પર 19 ટકા વોટ અને 51 સીટો હાંસેલ કરતા નજરે આવી રહી છે.

સર્વે અનુસાર, સોનિયા ગાંધીના નેતૃત્વ વાળા યુપીએને 27 ટકા વોટો સાથે 93 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રેસ પોતાના દમ પર 19 ટકા વોટ અને 51 સીટો હાંસેલ થતા નજરે આવી રહી છે. આ રીતે કોંગ્રેસને 2019ની લોકસભાની ચૂંટણીની તુલનામાં 1 સીટનું નુકસાન થવાની સંભાવના છે. જો કે યુપીએની બે સીટો વધતી નજરે આવી રહી છે. કોંગ્રેસને 2019ની લોકસભાની ચૂંટણીમાં 52 સીટો મળી હતી જ્યારે યુપીએના ખાતામાં 91 સીટો આવી હતી. આજતક-કાર્વી ઇનસાઇટ્સ લિમિટેડ સર્વે અનુસાર, અન્ય દળોને 30 ટકા વોટ સાથે 129 સીટો મળતી નજરે આવી રહી છે.

Read Also

Related posts

LIVE: જિલ્લા પંચાયત, ન પાલિકા તાલુકા પંચાયતની ચૂંટણીની પરિણામોમાં કાંટાની ટક્કર

pratik shah

રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક

pratik shah

BIG NEWS : ગુજરાતમાં દારૂબંધીની શું મળી શકે છે છૂટ: હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો, સુનાવણીમાં પ્રાઈવસી મામલે થઈ જોરદાર દલીલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!