GSTV
Home » News » 1000 કારીગરો કામ કરે તો પણ ત્રણ વર્ષે રામ મંદિરનું નિર્માણ થશે, મંદિરોની ડિઝાઈન સાથે સંકળાયેલા વ્યક્તિએ કરી મહત્વની વાત

1000 કારીગરો કામ કરે તો પણ ત્રણ વર્ષે રામ મંદિરનું નિર્માણ થશે, મંદિરોની ડિઝાઈન સાથે સંકળાયેલા વ્યક્તિએ કરી મહત્વની વાત

દેશભરમાં સોમપુરા પરિવાર મંદિરો અને જૈન દેરાસરો બનાવવા જાણીતો છે. અમદાવાદના સોમપૂરા પરિવારે 1978માં વિશ્વ હિંદુ પરિષદને અયોધ્યાનાં રામ મંદિરની ડિઝાઈન તૈયાર કરીને આપી હતી. જેને સ્વીકારવામાં આવી હતી. અને આ જ ડિઝાઈન પ્રમાણે રામમંદિર તૈયાર થશે.ચંદ્રકાંત સોમપૂરા અને તેમનાં પુત્રોએ અયોધ્યાનું રામમંદિર કેવું બનશે તેની બ્લુ પ્રિન્ટ 35 વર્ષ પહેલાં તૈયાર કરી છે.

તે રીતે 69 એકર અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે. બહારથી રામમંદિરમાં આવતાં જ ભક્તોનું ધ્યાન શિખર પર પડે તે પ્રકારનું અષ્ટકોણીય આકારનું શિખર તૈયાર કરવામાં આવશે. આ સાથે ગર્ભગૃહ પણ અષ્ટકોણીય રહેશે. જેની પ્રદક્ષિણા કરી શકાશે. મંદિરમાં ગૂઢ મંડળ અને નૃત્ય મંડપ પણ હશે. રામમંદિરની લંબાઇ 270 ફૂટ, પહોળાઇ 135 ફુટ, ઊંચાઇ 141 ફૂટ હશે.

આ મંદિરનું સૌથી મોટું આકર્ષણ ઉત્તર ભારતની પ્રચલિત નાગરશૈલી હશે. જે મંદિરની બનાવટમાં જોવા મળશે. મુખ્ય મંદિરની આસપાસ પણ કુલ ચાર મંદિર બનાવાવમાં આવશે. જેમાં ભરત, લક્ષ્મણ, સીતા અને ગણપતિનું મંદિર હશે. આ ચાર મંદિર ચારેય દિશામાં બનશે. રામમંદિરનું પ્રવેશ દ્રાર દરેક દિશામાં બનશે. જો 500થી 1 હજાર કારીગરો દ્વાર કામગીરી કરવામાં આવે તો બેથી ત્રણ વર્ષમાં મંદિર બનશે.

READ ALSO

Related posts

જુઓ આ વીડિયો, મોદીએ જ ભાજપના અમિત શાહની ખોલી દીધી પોલ, 25 વર્ષ પહેલાં….

Karan

જાણો એ 4 સૈનિકોનાં વિશે જેમના નામ પર ઈડન ગાર્ડન્સનાં સ્ટેન્ડનું નામ પડ્યું

pratik shah

…એનાથી સારું તો તે થશે કે તેમના રાજ્યને ટ્રાન્સઝેન્ડર જાહેર કરી દેવાય, આ મુખ્યમંત્રી બગડ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!