GSTV
Home » News » જબરદસ્ત! રિલિઝ પહેલાં જ ‘બાહુબલી’ પ્રભાસની ‘સાહો’એ કરી લીધી 300 કરોડની કમાણી!

જબરદસ્ત! રિલિઝ પહેલાં જ ‘બાહુબલી’ પ્રભાસની ‘સાહો’એ કરી લીધી 300 કરોડની કમાણી!

જ્યારથી સુપરસ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સાહો’ની ઘોષણા થઇ હતી ત્યારથી જ ચારેકોર તેની ચર્ચા છે. હવે આ ફિલ્મ રિલિઝ માટે તૈયાર છે અને ફેન્સ પણ આ ફિલ્મ માટે ઘણા આતુર છે. ફિલ્મના સોન્ગ્સ અને ટ્રેલર રિલિઝ થઇ ચુક્યુ છે જેને ઘણું પસંદ કરવામાં આવી રહ્યુ છે.

Prabhas saaho

તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મે રિલિઝ પહેલાં જ 300 કરોડની કમાણી કરી લીધી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મની આ કમાણી તમામ ભાષાઓમાં આપેલા થિઅટ્રિકલ રાઇટ્સના છે. તેમાં ફિલ્મના સેટેલાઇટ અને વેબ પ્લેટફોર્મ્સના રાઇટ્સ સામેલ નથી કારણ કે તેની ડીલ હજુ ફાઇનલ નથી થઇ.

માનવામાં આવી રહ્યું છે કે ટીવી અને વેબ રાઇટ્સ બાદ ફિલ્મની કમાણી હજુ વધશે. સાથે જ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે સૌથી ધુ કમાણી કરનાર સૌથી મોટી ફિલ્મ પણ હોઇ શકે છે.

જણાવી દઇએ કે આ ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત નીલ નિતિન મુકેશ, ચંકી પાંડે, જેકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર અને ટીનૂ આનંદ પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 30 ઓગસ્ટે રિલિઝ થશે.

Read Also

Related posts

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur

માત્ર થોડા હજારમાં ફરી શકો છો આખુ અઠવાડિયું યૂરોપમાં, આ રીતે કરો પ્લાનિંગ

NIsha Patel

જેટલીના નિધન માટે આ કેન્સર છે કારણ, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી સર્જરી કરાવી પણ છતાં તબિયત ન સુધરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!