GSTV
Home » News » ભેંસ ભાગોળે,છાસ છાગોળે..કાંઇક આવું જોવા મળ્યું અમરેલી કોંગ્રેસમાં

ભેંસ ભાગોળે,છાસ છાગોળે..કાંઇક આવું જોવા મળ્યું અમરેલી કોંગ્રેસમાં

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત એક સાંધો ત્યાં તેર તૂટે જેવી થઇ છે. તેમાં પણ હાઇકમાન્ડ દ્વારા સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ ટિકીટ વાંચ્છુકો પોતાને સમર્થન મળે તે માટે ગુપ્ત બેઠકો યોજી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અમરેલી બેઠકના ઉમેદવાર માટે હજુ તો ચર્ચા-વિચારણા ચાલી રહી છે. પરંતુ હરખપદુડા મુરતિયાઓએ પ્રદેશ નેતાગીરીને જણાંવ્યા વિના પોતાની જાતને પ્રમોટ કરી રહ્યા છે. બસ કાંઇક આવા જ દ્રશ્યો આજે અમરેલી માં જોવા મળ્યા હતાં.

પ્રદેશ નેતાગીરી કે હાઇકમાન્ડની રાહ જોયા વગર કોંગ્રેસના નેતા સુરેશ કોટડીયાને ઉમેદવાર ગણી તેમના સમર્થનમાં જિલ્લા પંચાયતના 29 કોંગી સભ્યોની ગુપ્ત બેઠક યોજાઇ. અમરેલીના ધારાસભ્યોને બાકાત રાખીને યોજાયેલી આ મિટિંગમાં સુરેશ કોટડીયાના ભાઇ પ્રદીપ કોટડીયા પણ હાજર રહ્યા હતા. જો કે જિલ્લા પંચાયતના પ્રમુખે સુરેશ કોટડીયાના સમર્થનની વાતને નકારી હતી અને તેઓ ધાર્મિક કાર્યક્રમ માટે એકઠા થયા હોવાનું રટણ કર્યું હતું. પરંતુ પોતાનું નામ નિશ્ચિત હોવાનું જણાવી ખુદ સુરેશ કોટડીયા કાર્યકર્તાઓને કામે લાગી જવા હાકલ કરી રહ્યા છે.

READ ALSO  

Related posts

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah