GSTV

ભારત આવતા પહેલાં જ ટ્રમ્પે કંઈક એવું કહી દીધું જે નરેન્દ્ર મોદીને બિલ્કુલ નહીં ગમે

24મી ફેબુ્આરીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સાથે ભારત આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે ભારતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, દિવાલો બનાવવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કેન્દ્રની મોદી સરકારને એવો સંદેશો આપ્યો છે કે અમે ભારત સાથે ત્યારે જ વ્યાપાર સમજૂતી કરી શકીએ જ્યારે પહેલા અમેરિકાનું હિત જળવાય. આ સાથે જ ટ્રમ્પે ટીકા કરતા પણ કહ્યું હતું કે ભારત વ્યાપાર મુદ્દે અમેરિકાને બહુ માઠી અસર કરી રહ્યું છે. અમેરિકાની વસ્તુઓની ભારતમાં આયાત પરની ડયૂટી વધારી દેવામાં આવી છે. આ જ પ્રકારનું પગલુ અમેરિકાએ ભારતીય વસ્તુઓને લઇને લીધુ છે.

વધારાના ટેરિફ હટાવવાની કરી શકે છે માગણી

જોકે અમેરિકાના પ્રમુખનું કહેવુ છે કે હું ભારત આવું ત્યારે સરકાર સાથે વાતચીત કરી શકું છું અને આ વધારાના ટેરિફ હટાવવા માગણી કરી શકું છું. જોકે સાથે તેમણે ટીકા કરતા કહ્યું હતું કે ભારત વ્યાપાર મુદ્દે અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યું છે. હું મોદીને વિનંતી કરીશ કે ભારતમાં અમેરિકી વસ્તુઓનું વેચાણ વધે તે દિશામાં પ્રોત્સાહિત કામ કરે. અમેરિકાના કોલોરાડોમાં એક રેલીને સંબોધતી વેળાએ ટ્રમ્પે કહ્યું હતું કે આગામી દિવસોમાં હું ભારત જઇ રહ્યો છું મારૂ ભવ્ય સ્વાગત કરવા લાખો લોકો તૈયાર છે, આ મુલાકાત દરમિયાન વ્યાપાર સંબંધી વાતચીત કરીશું, ઘણા વર્ષોથી ભારત વ્યાપાર મુદ્દે અમેરિકાને અસર પહોંચાડી રહ્યું છે.

અમેરિકાનું હિત પહેલાં જળવાવું જોઈએ

મારી અને મોદીની વચ્ચે વાતચીત થશે, આ વાતચીત વ્યાપાર સંબંધી પણ હશે, ભારતે સૌથી ઉંચા ટેરિફ અમેરિકાની વસ્તુઓ પર નાખ્યા છે. ટ્રમ્પે એવા સંકેતો આપ્યા હતા કે ભારત અને અમેરિકાની વચ્ચે વ્યાપાર સમજૂતી માટે વાતચીત શક્ય છે પણ તેમાં અમેરિકાનું હિત પહેલા જળવાવું જરૂરી છે. ટ્રમ્પની આ વાતો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ જ્યારે નરેન્દ્ર મોદીને મળશે ત્યારે ભારત અમેરિકી વસ્તુઓ પરના ટેરિફ ઓછા કરે તે વ્યાપાર મુદ્દે જે પણ વાતચીત થશે તેનો મુખ્ય મુદ્દો બની રહેશે.

ટ્રમ્પે કરી આડકતરી વાત

ટ્રમ્પે એવા પણ સંકેતો આપ્યા હતા કે જો આ મુલાકાત દરમિયાન ભારત સાથે થનારી વાટાઘાટોનો નિકાલ ન આવે તો અમેરિકાની ચૂંટણી બાદ પણ આમ થઇ શકે છે તેથી અમે હાલ ડીલ ન થાય તો ધીમા ચાલવા માટે પણ તૈયાર છીએ.સ્વદેશી ઉત્પાદન વાળી વસ્તુઓનું ભારતમાં વેચારણ થાય અને તેનાથી દેશને આર્થિક ફાયદો થાય તે હેતુથી ભારતે અમેરિકાની વસ્તુઓને ભારતમાં આવતી અટકાવવાના પ્રયાસો કર્યા હતા અને તે માટે જ આયાત ડયુટી વધારી દેવામાં આવી હતી. આ પગલાથી અમેરિકાને નુકસાન થઇ રહ્યું છે તેવી દલીલો ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત દરમિયાન કરશે. આ સાથે અમેરિકાના રાષ્ટ્રીય હિતોને જરા પણ આંચ ન આવે તેવી કોઈ પણ વ્યાપારી સંધિ ભારત સાથે કરવાની પણ ટ્રમ્પે આડકતરી તૈયારી બતાવી છે.

મેલેનિયા ટ્રમ્પના ત્રીજા પત્ની છે

  • અમેરિકી પ્રમુખ સાથે આવી રહેલા ફર્સ્ટ લેડી મેલિનિયા ડોનાલ્ડ ટ્રમ્પના ત્રીજા પત્ની છે. ટ્રમ્પે સૌથી પહેલા લગ્ન 1977માં ઈવાના ઝેલ્નિત્કોવા નામની ચેકોસ્લોકિયન
  • મૂળની મહિલા સાથે કર્યા હતા. 1992 સુધી એ લગ્ન ચાલ્યા. એ લાંબા લગ્નજીવન દરમિયાન કુલ 3 સંતાન જનમ્યા, જેમાં એક ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તરીકે ઓળખાય
  • છે, બીજો દીકરો એરિક અને ત્રીજી દીકરી એટલે ઈવાન્કા. ટ્રમ્પ જુનિયર ટેલિવિઝન પર્સનાલિટી અને ઉદ્યોગપતિ છે. એરિક પણ ટ્રમ્પ બિઝનેસ સામ્રાજ્યમાં જ સંકળાયેલો છે. એ પછી અલગ પડી ડોનાલ્ડે 1993માં મારિયા મેપલ્સ નામની અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા, જે 1999 સુધી ચાલ્યા. એ દરમિયાન જન્મેલી દીકરી ટિફની ટ્રમ્પ
  • અમેરિકામાં મોડેલિંગ કરે છે. થોડા વર્ષો સુધી સિંગલ રહ્યા પછી ટ્રમ્પે મેલેનિયા સાથે લગ્ન કર્યા, જેના દ્વારા એક દીકરો થયો બેરન. બેરન હજુ 14 વર્ષનો જ છે. મેલેનિયા પણ મૂળ અમેરિકાના નહીં યુરોપિયન દેશ સ્લોવેનિયાના છે. અમેરિકા બહાર જન્મીને ફર્સ્ટ લેડી બન્યાં હોય એવા તેઓ ઈતિહાસમાં માત્ર બીજા મહિલા છે.

ઈવાન્કા 2017માં ભારતના પ્રવાસે આવી હતી

ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની પુત્રી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશ્નેર પણ ભારતની યાત્રાએ આવશે. ઈવાન્ડા 2017માં એક બિઝનેસ સમિટમાં ભારતની મુલાકાતે આવી ચૂકી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહપરિવાર ભારતની યાત્રાએ આવશે. ટ્રમ્પની સાથે ફર્સ્ટ લેડી તો હશે જ. તે સિવાય તેમની દીકરી ઈવાન્કા ટ્રમ્પ અને જમાઈ જેરેડ કુશ્નેર પણ ભારતની મુલાકાતે આવશે. ઈવાન્કા ટ્રમ્પ અમેરિકાની ફેશન ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ખ્યાતિ ધરાવે છે. તેના નામની એક ફેશન બ્રાન્ડ પણ અમેરિકામાં લોકપ્રિય છે. તે મોડલિંગ કરી ચૂકી છે અને પછીથી તેણે ફેશન ઈન્ડસ્ટ્રીમાં બિઝનેસ એમ્પાયર બનાવ્યું હતું. તેના કારણે ઈવાન્કા ટ્રમ્પ 2000 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. ઈવાન્કાના પતિ જેરેડ કુશ્નેર ટ્રમ્પ સરકારમાં પણ સલાહકાર છે. એ રીઅલ એસ્ટેટના બિઝનેસમેન છે. ઈવાન્કા અને જેરેડના લગ્ન 2009માં થયા હતા. અગાઉ 2017માં ઈવાન્કા ટ્રમ્પે બેંગ્લુરૂમાં યોજાયેલી ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશીપ સમિટમાં ભાગ લીધો હતો. એ વખતે નરેન્દ્ર મોદીએ જ તેમને ખાસ આમંત્રણ પાઠવ્યું હતું અને ભારતમાં ઈવાન્કાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

READ ALSO

Related posts

કોરોના પોઝિટીવની સંખ્યા 3100ને પાર : 86નાં મોત થયા, 130 કરોડ લોકો ઘરમાં છતાં કોરોના બની રહી છે મહામારી

Karan

ગુજરાતમાં કોરોનાથી પણ ખતરનાક છે આ રોગો : મોતના આંક કોરોનાને ડરાવી દેશે, ફક્ત સાવચેતી રાખો

Nilesh Jethva

કોરોના બિમારી છૂપાવી તો એક કરોડનો અને ઘરમાંથી બહાર નીકળ્યા તો 4 લાખનો છે આ દેશમાં દંડ, ભારતમાં સૌથી વધુ ઢીલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!