GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

45ની ઉંમરમાં પણ 25 વર્ષ જેવો યંગ દેખાશે તમારો ચહેરો, રોજિંદા જીવનમાં અપનાવો આ ટીપ્સને

મેકઅપ વર્તમાન સમયમાં દરેક મહિલાની જરૂરીયાત બની ગઈ છે. મહિલાઓ પાર્ટી, લગ્ન અને ઓફિસમાં પણ મેકઅપનો વપરાશ કરે છે. તો ઘણી મહિલાઓ મેકઅપ વપરાશ તેટલા માટે કરતી હોય છે કે, તે વધતી ઉંમરમાં પણ જુવાન દેખાઈ શકે. જો તમે પણ તમારા ચહેરાને જુવાન દેખાડવા માંગો છો અને ઉંમરને ઓછી કરવા માટે મેકઅપનો વપરાશ કરવા માંગો છો. તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ કેટલીક જરૂરી અને ખાસ ટિપ્સ.

આ ટિપ્સનો રોજિંદા જીવનમાં દરરોજ ઉપયોગ કરવાથી તમારી ત્વચા 40ની ઉંમરમાં પણ 30 વર્ષની દેખાશે. આ મેકઅપ ટીપ્સને તમારા રોજિંદા જીવનામાં ઉપયોગ કરવાથી માત્ર તમારી ઉંમર ઘટતી નથી, પરંતુ કોઈપણ પ્રસંગ પર તેમને કેરી પણ કરી શકો છો.

આંખોથી કરો શરૂઆત

કોઈપણ સુંદર ચહેરાની સૌથી ખાસ વસ્તુ હોય છે વ્યક્તિની ‘આંખો’. તેથી જ મેકઅપની શરૂઆત પણ આંખોથી જ કરવી જોઈએ. ખુદને અલગ લુક આપવા માટે વિંગ્ડ આઈ મેકઅપ કરવો જોઈએ. ઉંમરની સાથે ચહેરા પર ફાઈનલાઈન્સ, રિંકલ્સ આવી જાય છે. જેથી તમારો સામાન્ય મેકઅપ છુપાઈ શકતો નથી.

મેકઅપને પરફેક્ટ બનાવશે હાઈલાઈટર

ચહેરાને જવાન દેખાડવા માટે મહિલાઓ ફાઉન્ડેશનનો વપરાશ કરતી હોય છે, પરંતુ હાઈલાઈટરને અવગણે છે. હાઈલાઈટર મેકઅપને પરફેક્ટ બનાવવા માટેને સરળ અને સ્માર્ટ રીત છે. મેકઅપને પરફેક્ટ લુક આપવા માટે તમે બ્રો બોન, નોજ, જો લાઈન અને ચીકબોન હાઈલાઈટર્સનો વપરાશ સરળતાથી કરી શકો છો.

આઈબ્રોને આપો હટકે લુક

યંગ છોકરીઓમાં સ્ટ્રેટ અને ડાર્ક આઈબ્રોઝનો ટ્રેન્ડ હાલના દિવસોમાં ઘણો છે. કેટલીક મહિલાઓને લાગે છે કે, સ્ટ્રેટ અને ડાર્ક આઈબ્રો માત્ર છોકરીઓ જ લઇ શકે છે. જો તમે એવું વિચારો છો તો, થોડું બદલાઈ જાઓ. ડાર્ક આઈબ્રોથી તમે પણ પોતાને એખ નવો લુક આપી શકો છો અને હંમેશા યંગ દેખાઈ શકો છો. કારણ કે, સ્ટ્રેટ આઈબ્રો વેસ્ટર્ન અને ઈન્ડિયન બંને લુક પર પરફેક્ટ દેખાઈ છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!