GSTV
India News Trending

Indian Railways : ચાર્ટ બન્યા બાદ પણ કેન્સલ થયેલી ટિકિટના મળશે પૂરા પૈસા પાછા, જાણો કેવી રીતે?

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે હંમેશા કેટલીક અપડેટ કરતી રહે છે. હવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. જો તમે પણ ઓનલાઇન ટિકિટ બુક કરાવો છો પરંતુ, ઇમરજન્સીના કારણે ચાર્ટ બન્યા બાદ પણ ટિકિટ કેન્સલ કરાવવી પડે છે તો ટિકિટનું રિફંડ મળતું નથી. ભારતીય રેલવેએ જાણકારી આપી છે કે, હવેથી તમે ટિકિટ બન્યા બાદ પણ રિફંડ માટે ક્લેમ કરી શકો છો.

રેલવેએ કહ્યું છે કે, ઈમરજન્સીમાં ચાર્ટ તૈયાર થયા બાદ તમારે ટિકિટ કેન્સલ કરાવવી પડે તો પણ તે ટિકિટના રિફંડ માટે તમે ક્લેમ કરી શકો છો. રેલવેએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. આઈઆરસીટીસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે ભારતીય રેલવે મુસાફરી કે આંશિક મુસાફરી કર્યા વગર ટિકિટ કેન્સલ કરવા પર રિફંડ આપે છે. આ માટે તમારે રેલવેના નિયમ મુજબ ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ (ટીડીઆર) જમા કરાવવાનું રહેશે.

જાણો ટીડીઆર ઓનલાઇન કેવી રીતે કરવું ફાઇલ ?

સૌથી પહેલા તમારે આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. ત્યારબાદ તમને હોમપેજ પર માય એકાઉન્ટનો વિકલ્પ મળશે. ડ્રોપડાઉન મેનુમાં જાઓ અને માય ટ્રાન્ઝેક્શન પર ક્લિક કરો. હવે અહીં તમને ટીડીઆર ફાઇલનો વિકલ્પ મળશે.

દાખલ કરો તમારી વિગતો :

આ વિકલ્પ પર ક્લિક કર્યા બાદ તમારે તે વ્યક્તિ વિશે સંપૂર્ણ જાણકારી આપવી પડશે જેના નામ પર ટિકિટ બુક થઇ છે. ત્યારબાદ તમારે તમારો પીએનઆર નંબર, ટ્રેન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. ત્યારબાદ રદ કરવાના નિયમો ધરાવતા બોક્સને ટિક કર્યા પછી ક્લિક કરો. આ પછી હવે બુકિંગ સમયે આપવામાં આવેલા મોબાઇલ નંબર પર તમને ઓટીપી મળશે. તમારે ઓટીપી દાખલ કરવો પડશે અને સબમિટ બટન પર ક્લિક કરવું પડશે. હવે પીએનઆરએ રદ થયેલી ટિકિટના વિકલ્પને ચકાસીને તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે તમને રિફંડની રકમ સ્ક્રીન પર દેખાશે.

Read Also

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV