બ્રેકઅપ બાદ પણ તમને સતાવે છે ‘એક્સ’ની યાદ? આ વાંચવાથી જરૂર મળશે મદદ

કોઈપણ વ્યક્તિ માટે સંબંધમાં હોવું તે સુખદ અનુભવ હોય છે. પરંતુ આ સંબંધોને નિભાવવા માટે બંને વ્યક્તિએ કેટલીક બાંધછોડ કરવી પડે છે. જો બે પાત્રો એકબીજા માટે બાંધછોડ કરે નહીં તો સંબંધોમાં કડવાશ આવી જાય છે. આ કડવાશનો અંત બ્રેકઅપ બની જાય છે. પરંતુ બ્રેકઅપ પછી યુવતીઓ માટે સમય મુશ્કેલ બની જાય છે. યુવતીઓ ઝડપથી તેના બોયફ્રેન્ડની યાદમાંથી બહાર આવી શકતી નથી અને દિવસ રાત તે આંસૂ વહાવે રાખે છે. બોયફ્રેન્ડની યાદમાંથી બહાર આવવા માટે કેટલીક ટીપ્સ તમને મદદરૂપ થઈ શકે છે. આ ટીપ્સ તમારા મનમાંથી બોયફ્રેન્ડની યાદોને દૂર કરી દેશે અને તમે ફરીથી ખુશહાલ જીવન જીવી શકશો.

ભૂતકાળને ભુલવાનો પ્રયત્ન કરો

સૌથી પહેલા ભૂતકાળને ભુલવાનો પ્રયત્ન શરૂ કરો. મનને મક્કમ કરી લો કે વિતેલા સમયને ભુલી અને જીવનમાાં આગળ વધવાનું છે. પોતાની જાતને એટલી મજબૂત બનાવી લો કે તમને ખુશ રહેવા માટે કોઈની જરૂર નથી. લાઈફમાં મુવ ઓન કરવું ખૂબ જરૂરી છે.

મિત્રો સાથે વાત કરો

ભૂતકાળને ભુલવા માટે જો કોઈની મદદ લેવી પડે તો જરૂરથી લેવી. બોયફ્રેન્ડની કડવી યાદોને ભુલવા માટે અંગત મિત્રો સાથે ચર્ચા કરો. મિત્રો સાથે મન મુકીને વાત કરો અથવા તેની સાથે ફરવા જવાનું પ્લાન કરો. જરૂર જણાય તો મિત્રને બ્રેકઅપ વિશે જણાવો અને જીવનમાં આગળ વધી જાઓ.

ગુસ્સાને ભુલી જાઓ

બોયફ્રેન્ડએ તેમને કોઈ માટે છોડી કે અન્ય કોઈપણ વાતને મનમાં રાખી અને ગુસ્સો ન કરવો. ગુસ્સો તમને ભૂતકાળ ભુલવા નહીં દે અને તે તમારા દુખનું કારણ બની જાશે. ગુસ્સાથી મનમાં નકારાત્મકતા વધી જશે. ગુસ્સો મનમાં નહીં હોય તો તેને ભુલવામાં સરળતા રહેશે.

પોતાની જાતને પ્રેમ કરો

પ્રેમ અન્યને કરવો તે સારી વાત છે પણ જરૂરી છે કે તમે તમારી જાતને પણ પ્રેમ કરો. દિવસની શરૂઆત કસરતથી કરો, મેડિટેશન કરો. દિવસની શરૂઆતથી પ્રફુલ્લિત મનથી કરશો તો સકારાત્મક વિચારો આવશે અને તેનાથી જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળશે.

યાદમાં ડુબેલા ન રહો

સંબંધોમાં હોય ત્યારે અનેક એવા ક્ષણ આવ્યા હોય છે જે મનમાં સુખદ યાદ બનીને વસી જાય છે. પરંતુ આ યાદોને ભુલી જાઓ. બ્રેકઅપ બાદ ભૂતકાળમાં વિતેલી ક્ષણોને યાદ રાખી અને વિચારોમાં ખોવાયેલા ન રહો. થોડા દિવસમાં તમારી પાસે તેને યાદ કરવાનું કોઈ કારણ બચશે નહીં.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter