GSTV
Gujarat Government Advertisement

આઝાદીના 70 વર્ષ બાદ પણ આભડછેટ છે માટે એટ્રોસિટી કાયદો જરૂરી: સુપ્રીમ

Last Updated on October 2, 2019 by Mayur

ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે એસસી એસટી માટેના એટ્રોસિટી કાયદામાં સુધારા કરતા આદેશ આપ્યા હતા, જેને પગલે દેશભરમાં દલિત સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના આ આદેશની સામે ભારત બંધ દરમિયાન હિંસક દેખાવો થયા હતા. સમગ્ર વિવાદ વચ્ચે સરકારે બાદમાં કાયદાને પહેલા જેવો જ કરી નાખ્યો હતો. આ સ્થિતિ વચ્ચે હવે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષના પોતાના સુધારા માટેના આદેશને પરત લઇ લીધો છે.  

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે એટ્રોસિટી કાયદાની હાલ પણ જરુર છે કેમ કે હજુ પણ દેશમાં દલિતોની સાથે અન્યાય થઇ રહ્યો છે. સુપ્રીમ કોર્ટની અરુણ મિશ્રા અને બી.આર. ગવાઇની બેંચે જણાવ્યું હતું કે એસસી એસટી લોકોની ન્યાય માટેની લડત અને સંઘર્ષણ હજુ પુરા નથી થયા. તેઓની સાથે આજે પણ અન્યાય અને અત્યાચાર થઇ રહ્યો છે. તેઓનો સમાજીક રીતે બહિષ્કાર થઇ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે એસસી એસટી એટ્રોસિટી કાયદાની જરુર છે. 

એટ્રોસિટી કાયદાનો જે દુરુપયોગ થઇ રહ્યો છે તે અંગે અવલોકન કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ દુરુપયોગ જાતીવાદને કારણે નથી થઇ રહ્યો પણ માનવતાની નિષ્ફળતાને કારણે થઇ રહ્યો છે. સાથે કોર્ટે કહ્યું કે આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ એસસી એસટી સમાજ સાથે આભડછેટ રાખવામાં આવી રહી છે તે શરમજનક છે. 

દલિતોને હજુ પણ મેન્યૂઅલ સ્કેવેજિંગનું કામ આપવામાં આવે છે અને ગટરમાં ઉતારવામાં આવે છે જે અંગે ટીકા કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિશ્વમાં ક્યાય પણ કોઇ પણ વ્યક્તિને ગેસ ચેમ્બરમાં મરવા માટે નથી મોકલવામાં આવતો. આ પ્રકારની કામગીરી આપવી કે કરાવવી તે બંધારણ વિરુદ્ધ છે. બેંચે કાયદાના દુરુપયોગ અંગે વાત કરતા કહ્યું હતું કે કાયદાના દુરુપયોગને જાતી સાથે કઇ લેવાદેવા નથી, એક સામાન્ય કેટેગરીનો નાગરિક પણ ખોટી એફઆઇઆર લખાવતો હોય છે. 

આ પહેલા ગયા વર્ષે માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટે એસસી એસટી કાયદાને લઇને જે ચુકાદો આપ્યો હતો તેમાં એસસી એસટી કાયદામાં એફઆઇઆરની સાથે જ ધરપકડ ન કરવા કહ્યું હતું સાથે જ એફઆઇઆર દાખલ કરતા પહેલા પણ તપાસ કરવી જરુરી ગણાવી હતી. તે સમયે કોર્ટમાં એવી અરજી થઇ હતી કે એસસી એસટી કાયદાનો દુરુપયોગ થઇ રહ્યો છે માટે તેમાં સુધારા જરુરી છે, જે બાદ કોર્ટે જે ચુકાદો આપ્યો તેને હવે પરત લઇ લીધો છે. તેથી પહેલાની જેમ જ કાયદાની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.  

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!