GSTV
Home » News » EUની ગંભીર ચેતવણી, બ્રેક્ઝિટ સમજૂતિ ન થાય તો…..

EUની ગંભીર ચેતવણી, બ્રેક્ઝિટ સમજૂતિ ન થાય તો…..

બ્રસેલ્સ : યુરોપિયન કમિશને ચેતવણી આપી છે કે, જો બ્રિટન સમજુતી વગર યુરોપિયન સંઘ (EU)થી અલગ થાય તો પણ તેણે યુરોપિયન સંઘના વર્તમાન બજેટની તેની બાકી નાણાંની ચૂકવણી કરવી પડશે. બ્રેક્ઝિટની તૈયારીઓ બાબતે એક નિવેદનમાં બ્રસેલ્સે કહ્યું કે, જ્યાં સુધી લંડન “સભ્ય દેશ તરીકે બ્રિટનની નાણાકીય પ્રતિબદ્ધતાઓ”ને પૂરી નહીં કરે તો તેની સાથે ભવિષ્યના વેપાર પર વાતચીત કરશે નહીં.

ઉલ્લેખનિય છે કે, ભારે અવઢવમાં અટવાયેલા બ્રિટિશ વડા પ્રધાન વિવાદાસ્પદ આઇરિશ બેકસ્ટોપને લઇને ચિંતિત છે જેમાં બ્રેક્ઝિટ પછી યુકે અને સંઘના સભ્ય આયરલેન્ડ વચ્ચે બોર્ડર સામે વિમા પોલીસીમાં સખ્ત નિયમો દાખલ કરાશે કે કેમ, તે અંગે પણ તે ચિંતિત છે.અગાઉ થેરેસા મે પર છેલ્લાં ઘણાં સમયથી આરોપ લાગી રહ્યો હતો કે, યુરોપથી યુનાઇટેડ કિંગડમ (યુકે)ને બહાર કરવાની સમજૂતી પર તેઓ પોતાની પાર્ટીને જ મનાવી નથી શકતી.

સંસદમાં તેમના બ્રેક્ઝિટ પ્લાનને ઘણીવાર નકારવામાં આવ્યો. અગાઉ થેરેસાએ નિવેદનમાં કહ્યું, આ મારાં માટે ખેદનો વિષય છે કે, હું બ્રેક્ઝિટ સમજૂતી કરવામાં સફળ નથી થઇ શકતી. પાર્ટીના નવા નેતા પસંદ કરવાની પ્રક્રિયા આગામી સપ્તાહેથી શરૂ થશે. રિપોર્ટ્સ અનુસાર, બ્રેક્ઝિટમાં હવે વડાપ્રધાન પદની હોડ શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન થેરેસા એક્ટિંગ વડાપ્રધાન રહી શકે છે.

READ ALSO

Related posts

પોષક ગુણોનો ખજાનો છે સરગવાની શીંગ, ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

Bansari

પતિ-પત્ની વચ્ચે થતી રહેતી હોય ખટપટ, તો ઘરમાં મુકી દો આ મૂર્તિ

Bansari

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!