GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

યુરોપના દેશોમાં કોરોનાએ ભાગલા પડાવ્યા : તુર્કી અને સ્પેનમાં ખટરાગ, તૂટી જશે યુનિયન

કોરોના વાયરસના કારણે વિશ્વના અનેક દેશો પ્રભાવિત થયા છે. તેમાં પણ ખાસ કરીને યુરોપના દેશો વધુ પ્રભાવિત થયા છે. જેમાં પણ ઇટાલી અને સ્પેન સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ છે. જો કે આ દરમિયાન યુરોપીય યુનિયનની એક્તામાં તિરાડ પડવાની પણ ઘટના બની છે. કોરોના વાયરસના કારણે ઉદભવેલી સ્થિતિમાં યુરોપીયન દેશો એકબીજાને મદદ કરવાના બદલે પોતાનો અંગત સ્વાર્થ વધુ સાધી રહ્યા હતા.

કોરોના દુનિયામાં કૂટનૈતિક તણાવને જન્મ આપી રહ્યો છે

સ્પેનમાં કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા દેશોમાં સામેલ છે. તેને મેડિકલ સંસાધનો અને ઉપકરણોની તાતી જરૂરિયાત છે. પરિણામે સ્પેનના ત્રણ હેલ્થ ટ્રસ્ટે સેંકડો વેન્ટીલેટર્સની જે ખેપ ખરીદી હતી. તેનાથી ભરેલા જહાજોને તુર્કીની સરકારે પોતાના કબ્જામાં લઇ લીધા. સ્પેનના મીડિયાએ પોતાની સરકારના હવાલેથી તુર્કીની આ કરતૂતને ચોરી ગણાવી. આશરે એક સપ્તાહની ખેંચતાણ બાદ આખરે સ્પેન પોતાના મેડિકલ ઉપકરણોથી ભરેલા જહાજ તુર્કીના સકંજામાં છોડાવવામાં સફળ થયું. પરંતુ આ ઘટના વધુ એક મિસાલ સમાન છે કે કઇ રીતે કોરોના વાયરસ દુનિયાના તમામ ભાગોમાં કૂટનૈતિક તણાવને જન્મ આપી રહ્યો છે.

સંયુક્ત પડકરા ગણીને આપસી સહયોગ કરશે

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ઇન્સ્ટીટ્યૂટ ઓફ ગ્લોબલ અફેર્સના સોફિયા ગેસ્ટનનું માનવું છે કે કોરોના વાયરસથી ઉત્પન્ન મહામારીના સમયે તમામ દેશો પાસેથી તે અપેક્ષા હતી કે તેને સંયુક્ત પડકરા ગણીને આપસી સહયોગ કરશે. કે જેથી આ સંકટનો મુકાબલો કરી શકાય, પરંતુ બન્યું એવું કે તમામ દેશો પોતાના ખાનગી હિતોને મહત્વ આપી રહ્યા છે અને સહયોગના બદલે એક-બીજા સાથે દલીલમાં લાગ્યા છે.

ઉત્પાદનોની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો

તેનું વધુ એક ઉદાહરણ યુરોપમાં જ જોવા મળ્યું છે. કોરોના વાયરસના કારણે યુરોપીયન દેશોની એકતામાં તિરાડ પડી છે. જ્યારે ઇટાલીમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું ત્યારે ઇટાલીએ પોતાના પાડોશી દેશોને અપીલ કરી હતી કે તે મેડિકલ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં તેની મદદ કરે, પરંતુ ઇટાલીના બે મોટા પાડોશીઓ જર્મની અને ફ્રાન્સે સંસાધનો ઉપલબ્ધ કરાવવાના બદલે આવા ઉત્પાદનોની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે.

યુરોપીયન એકતા માટે કેટલાક દેશોનું વલણ શુભ સંકેત નથી

યુરોપીયન યુનિયનના મુખ્યાલય બ્રસેલ્સમાં ઇટાલીના રાજદૂત મોરિજીયો મસારીએએ એક વેબસાઇટમાં લખ્યું કે નિશ્ચીત રીતે યુરોપીયન એકતા માટે કેટલાક દેશોનું વલણ શુભ સંકેત નથી. ઇટાલીના લોકોએ જર્મનીની વધુ એક કરતૂતથી નાખુશી વ્યક્ત કરી હતી. યુરોપીયન યુનિયનમાં એક પ્રસ્તાવ આવ્યો હતો કે કોરોના વાયરસની મહામારીના કારણે સૌથી વધુ પ્રભાવિત દેશોની મદદ માટે ફંડ એકત્ર કરવામાં આવે. પરંતુ જર્મની આ પ્રસ્તાવનો વિરોધ કરનારા જૂથમાં સામેલ થઇ ગયું. જર્મની ઉપરાંત નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા અને ફિનલેન્ડએ પણ ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવનો ખુલીને વિરોધ કર્યો હતો. જ્યારે કે સ્પેન, ફ્રાન્સ, બેલ્જીયમ, ગ્રીસ, આયરલેન્ડ, પોર્ટુગલ, સ્લોવેનિયા અને લક્ઝમબર્ગે પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું . આમ કોરોના વાયરસ યુરોપીયન દેશોની એક્તાને તોડવામાં સફળ થયો છે.

વિશ્વભરમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુઆંક

વૈશ્વિક મહામારી બનેલી કોરોના વાયરસથી દુનિયાભરમાં કુલ મૃત્યુઆંક 1 લાખને પાર થઈ ગયો છે. ચીનમાં ડિસેમ્બર મહિનામાં પહેલી વખત કોરોના વાયરસનો કેસ નોંધાયો હતો. જે બાદ કોરોના વિશ્વના 193 દેશોમાં પ્રસર્યો છે અને વિશ્વભરમા 16 લાખથી વધુ કોરોનાના કુલ પોઝીટીવ કેસ થયા છે. .જેમાંથી માત્ર અમેરિકામાં જ 5 લાખથી વધુ કેસ થયા છે. અમેરિકા ઉપરાંત સ્પેન, ઈટાલી ફ્રાન્સ અને જર્મનીમાં પણ 1 લાખથી વધુ કેસ થયા છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુઆંક ઈટાલીમાં નોંધાયો છે. કોરોનાના કારણે યુરોપની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. જ્યાં 8 લાખ લોકો સંક્રમિત છે. જોકે, વધતા કેસ વચ્ચે રાહતના સમચાર પણ છે કે, અત્યાર સુધી ત્રણ લાખ 76 હજારથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે. બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 980 લોકોના મોત થઈ ચુક્યા છે. અમેરિકા, ઈટાલી, સ્પેન, ફ્રાન્સ અને બ્રિટન ટોપ ફાઈવ દેશ છે જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ થયા છે. આ પાંચ દેશોમાં જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 75 હજારના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટી ત્રાસદી છે. તે સંયુક્ત રાષ્ટ્રના ચીફ પણ સ્વીકાર કરી ચુક્યા છે.

READ ALSO

Related posts

કોરોના સામે યુદ્ધઃ IIT મદ્રાસે બનાવ્યું પોર્ટેબલ હોસ્પિટલ, ચાર કલાકમાં થઈ જાય છે તૈયાર

Mansi Patel

પાક.ની નાપાક ચાલથી લદ્દાખ અને કાશ્મીરમાં આવી શકે છે પૂર, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું રસી અંગે આવશે સારા સમાચાર!

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!