GSTV
News Trending World

યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો

યુરોપિયન કમિશનના વડા ચીફ ઉર્સુલા વોન ડેર લેયેન ગુરુવારે યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનની રાજધાની કિવની મૂલાકાત લીધી હતી. 10 સભ્યોની ટીમ સાથે તેઓ યુક્રેનમાં યુક્રેન-યુરોપિયન યુનિયન સમિટમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે.

ઉર્સુલા વોન ડેર લેયેને આ મુદ્દે ટ્વીટ કરી જણાવ્યું કે રશિયાના આક્રમણ બાદ તેમણે ચૌથી વાર યુક્રેનની મૂલાકાત લીધી છે. અમે અહીં જણાવવા માંગીએ છીએ કે યુરોપિયન યુનિયન યુક્રેનની સાથે છે અને વધુ સહયોગ – સહકાર આપશે. તેમની આ યાત્રાને યુરોપના યુક્રેનના સમર્થનના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણ બાદથી ઘણા યુરોપિયન દેશ યુક્રેનને સમર્થન આપી રહ્યાં છે. આ માટે તેમણે રશિયા પર ઘણા આર્થિક પ્રતિબંધો પણ લગાવ્યા છે.  ગત વર્ષે જૂન મહિનામાં યુક્રેનને ઈયુની સદસ્યતા આપવામાં આવી હતી. આ મુલાકાત વચ્ચે રશિયાના વિદેશમંત્રી લાવરોવ સર્ગેઈએ યુરોપીયન યુનિયનના વડાની ઝાટકણી કાઢી હતી અને બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી જર્મની સામે રશિયાના વિજયને યાદ કર્યો હતો

Also Read

Related posts

ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી

Vishvesh Dave

Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત

Siddhi Sheth

વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો

Padma Patel
GSTV