આ દેશમાં જેલ તો છે પરંતુ એક પણ કેદી નથી, શું તમે કલ્પના કરી શકો છો?

દુનિયામાં ક્યાંક ગુનાહિત પ્રવૃતિ ઘટે છે,તો ક્યાંક આ પ્રમાણ વધારે છે. જો કે યુરોપમાં એક દેશ એવો પણ છે.જ્યાં એક પણ માણસ એવો નથી કે તેને જેલ મોકલી શકાય. મતલબ કોઈ શખ્સ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલો નથી. તેથી જ આ દેશની તમામ જેલ બિલકુલ ખાલી છે.

દુનિયાનાં અનેક દેશોમાં ગુંડાતત્વો અને અપરાધીઓ વર્ષો સુધી જેલમાં સજા ભોગવે છે. વેસ્ટ્રન યુરોપનાં દેશ નેધરલેન્ડ્સમાં ગુનાહિત પ્રવૃતિનું ઘટતું પ્રમાણ ત્યાંની જેલ ખાલી હોવાનું મુખ્ય કારણ છે.નેધરલેન્ડ્સની કુલ જનસંખ્યા એક કરોડ 71 લાખ 32 હાજર કરતા વધારે છે. આશ્ચર્યજનક વાત  છે કે જેલનાં સળીયા પાછળ ધકેલવા માટે આ દેશમાં એક પણ માણસ નથી. મતલબ આ દેશમાં કોઈ અપરાધી નથી. 2013માં માત્ર 19 કેદી હતાં. 2018 સુધી એક પણ અપરાધી ન વધ્યો. 

2016માં જાણવા મળ્યા પ્રમાણે નેધરલેન્ડ્સનાં ન્યાય મંત્રાલયે એક સુચન કર્યુ હતું કે આગલા પાંચ વર્ષોમાં દર વર્ષે અપરાધની સંખ્યા 0.9 ટકા ઘટતી જશે.

જેલ બંધ થવાથી આવશે મોટુ પરિવર્તન

જો કે નેધરલેન્ડ્સની જેલ બંધ થવાને કારણે મુખ્ય બે બદલાવ આવશે. સામાજીક દ્રષ્ટિકોણથી જોઇએ તો ઘટતો જતો ગુનાહિત દર મતલબ કે દેશ સુરક્ષિત છે. રોજગારીની દ્રષ્ટીએ જોઈએ તે જેલ તંત્રમાં કામ કરતા લોકો બેરોજગાર બનશે.

નેધરલેન્ડ્સની જેલ બંધ હોવાનો અર્થ છે કે ત્યાં બે હજાર લોકો નોકરી ગુમાવશે. જેમાંથી માત્ર 700 લોકોને અન્યત્ર ખસેડાશે. બાકીનાં બેકાર બનશે. નેધરલેન્ડ્સમાં જેલ બંધ થવાનું કારણ એ પણ છે કે, નેધરલેન્ડ્સ એક દેશ,એક પ્રણાલી,એક સરકાર અને નાગરિકનાં સ્વરૂપમાં સફળ થયું છે.

બીજા દેશમાંથી કેદીઓ મંગાવવા પડ્યા

જેલમાં એક પણ કેદી ન હોવાને કારણે એવી સ્થિતીનું નિર્માણ થયું હતું કે જેલની સુવિધા અને વ્યવસ્થાને ચલાવવા માટે નોર્વે થી કેદીઓ આયાત મંગાવવા પડ્યા હતાં.

નેધરલેન્ડમાં કેદીઓ માટે ઇલેક્ટ્રોનિક એન્કલ મોનિટરીંગ સિસ્ટમ છે. આ સિસ્ટમ અંતર્ગત કેદીનાંપગમાં એક ડિવાઈસ લગાવવામા આવે છે. જેને લીધે તેનું લોકેશન ટ્રેસ કરી શકાય. આ ડિવાઇસ એક રેડિયો ફ્રિકવન્સી સિગ્નલ પકડે છે. જેમાં અપરાધીઓની લોકેશન જાણી શકાય છે. જો કોઈ કેદી નિયત સીમાવિસ્તારની બહાર નિકળે છે, તો પોલીસને જાણ થઈ જાય છે.

એન્કલ મોનીટરીંગ સિસ્ટમે દેશમાં ગુનાખોરી ડામવા માટે મહત્વની ભૂમિકા નિભાવી છે. નેધરલેન્ડમાં કેદીઓને આખો દિવસ અંદર બેસાડી રાખવાને બદલે સિસ્ટમમાં પરત લાવવા અને કામ કરવા માટે પ્રેરિત કરવામા આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter