GSTV

યુરોપિયન સ્પેસ એજન્સીનો ચોંકાવનારો રિપોર્ટ, એન્ટાર્કટિકામાં સર્જાઈ છે વિકટ પરિસ્થિતિ

Last Updated on April 10, 2020 by pratik shah

એન્ટાર્કટિકામાં ઓઝોનના સ્તરમાં ગાબડું સતત નાનું-મોટું થતું હોવાના અહેવાલો આવતા રહે છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ સેટેલાઈટ ડેટાના આધારે જે અહેવાલ આપ્યો છે તે ચોંકાવનારો છે. કારણ કે વિજ્ઞાનિકોના દાવા પ્રમાણે એન્ટાર્કટિકાના આકાશમાં નવું ગાબડું પણ જોવા મળ્યું છે. યુરોપિયન સ્પેસ(space) એજન્સીએ કોપરનિક્સ (corona) સેન્ટીનલ ૫-પી સેટેલાઈટના ડેટાનો અભ્યાસ કર્યો હતો. એમાં જણાયું હતું કે એન્ટાર્કટિકામાં ઓઝોન વાયુના પડમાં ગાબડું વધ્યું છે. એમાંય ઉત્તર ધ્રુવના આકાશમાં એક મોટું ગાબડું જોવા મળ્યું હતું. આકાશમાં ૧૦ લાખ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ગાબડું પડયું હોવાનો અંદાજ છે.

યુરોપિયન સ્પેસ એજન્સીએ સેટેલાઈટ ડેટાના આધારે જે અહેવાલ આપ્યો છે તે ચોંકાવનારો

વિજ્ઞાનિકોના મતે આ વખતે ગાબડું પડવાનું કારણ સતત બદલાઈ રહેલું વાતાવરણ છે. ક્લાઈમેટ ચેન્જની આડઅસરથી આ ગાબડું પડયું હોવાનો અંદાજ છે. અગાઉ એન્ટાર્કટિકાના આકાશમાં નાના-નાના અસંખ્ય ગાબડાં જોવા મળ્યા હતા. પછી અમુક સમયે એ ઓછાં થતાં હોવાના અહેવાલો પણ આવતા રહે છે. છેલ્લાં એક-બે વર્ષથી એન્ટાર્કટિકાના ગાબડામાં સુધારો થયો છે. આપણાં વાયુમંડળના નીચલા હિસ્સામાં મોટા જથ્થામાં ઓઝોન વાયુ મળે છે. એને ઓઝોન સ્તર પણ કહે છે.

સૂર્યકિરણો આ ઓઝોનમાંથી ગળાઈને આવે છે

સૂર્યકિરણો આ ઓઝોનમાંથી ગળાઈને આવે છે. જો ઓઝોનના પડમાંથી સૂર્યકિરણો ચળાતા ન હોય અને સીધા માનવ શરીરને સ્પર્શે તો ચામડી અને આંખના રોગો વધી શકે છે. ખાસ તો ચામડીના કેન્સરની શક્યતા વધી જાય છે. ઓઝોન વાયુનું પડ માનવ શરીરનું રક્ષણ કરે છે. જો એમાં ગાબડું પડે તો પૃથ્વી ઉપર જોખમ વધી શકે છે.

READ ALSO

Related posts

SBI ના ગ્રાહક છો તો ધ્યાન આપશો/ ખાતામાં ઓછા બેલેન્સથી થશે નુકસાન, ATM લેવડ દેવડ ફેલ થયું તો લાગશે પેનલ્ટીઃ આ રીતે બચજો

Harshad Patel

પાકની અવળચંડાઈ: 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ.. 15 ઓગસ્ટથી પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!