GSTV

વિપક્ષી નેતાને ઝેર આપવા મામલે રાષ્ટ્રપતિ પુટિન સામે યુરોપ, જર્મનીએ રશિયા પર પ્રતિબંધ મૂકવાની કરી તૈયારી

Last Updated on September 7, 2020 by Karan

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના ઉગ્ર વિરોધી અને વિપક્ષી નેતા એલેક્સી નવલનીને લઈને રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. રશિયા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. જર્મનીએ જાહેરાત કરી છે કે અમારી પાસે પુરાવા છે કે પુટિનના ટોચના રાજકીય દુશ્મન અને વિપક્ષી નેતા એલેક્સી નવલની પર સોવિયત યુગના સૌથી ભયંકર ચેતા એજન્ટ નોવિચોક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રશિયા સામેના પ્રતિબંધો પર વિચારણા કરવામાં આવી રહ્યો છે. વિશ્વની સૌથી મોટા સૈન્ય સંગઠન નાટોએ પણ આ મામલે તપાસની માંગ કરી છે. જર્મનીના વિદેશ પ્રધાન હૈક્કો માસે એક નિવેદનમાં કહ્યું છે કે જો એલેક્સી નવલનીના મામલામાં મોસ્કો તરફથી કોઈ સ્પષ્ટતા નહીં આવે તો અમે પ્રતિબંધ અંગે વિચારણા કરીશું.

જર્મનીના વિદેશ પ્રધાને એલેક્સી નવલનીને ઝેર આપવા અંગે રશિયા પાસેથી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે, જો સરકારને આ હુમલા સાથે કંઈ લેવાદેવા નથી, તો પછી તમામ તથ્યો ચકાસી લે. રશિયાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. રશિયાએ કહ્યું કે આ ઘટના સાથે સરકારનો કોઈ સંબંધ નથી. શનિવારે રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જો નર્વ એજન્ટ નોવિચોકનો ખરેખર ઉપયોગ કરવામાં આવેલો છે તો તે નિશ્ચિત છે કે તે રશિયામાં તૈયાર કરાઈ નથી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન અંગે તેમણે કહ્યું કે ચીન એક એવું રાષ્ટ્ર છે કે જેના વિશે તમારે હમણાં વાત કરવી જોઈએ.

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!