GSTV
Corona Virus News Trending World

યુરોપમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ: લોકડાઉન અને પ્રતિબંધોની તૈયારી, 4.38 કરોડ કેસોએ પહોંચ્યો આંક

કોરોના

દુનિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે. કોરોના વાયરસની બીજી લહેરે ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને યુરોપની સ્થિતિ ત્યારે ચિંતાજનક છે, કારણ કે યુરોપમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ થઇ રહી છે. આ કારણસર દુનિયાના ઘણા દેશોએ ફરીથી લોકડાઉન અને નવા પ્રતિબંધોની તૈયારી શરુ કરી દીધી છે. જર્મની અને ફ્રાંસ આવી તૈયારી કરી રહ્યા છે. યુરોપમાં કોરોના વાયરસના કારણે થતા મોતમાં 40 ટકાનો વધારો થતા જર્મની અને ફ્રાંસમાં નવા પ્રતિબંધોની તૈયારી થઇ રહી છે.

રોબર્ટ કોચ ઇન્સ્ટિટ્યુટે જણાવ્યું કે જર્મનીમાં કોરોના વાયરસના નવા 14,964 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાના કારણે 85 લોકોના મોત થયા છે. જર્મનીમાં અત્યાર સુધીમાં કોરોનાના 4,64,239 કેસ નોંધાયા છે, તો 10,183 લોકોના મોત થયા છે. જર્મન ચાન્સેલર એંજેલા મર્કલ રેસ્ટોરન્ટબાર બંધ કરવા અંગે વિચારણા કરી રહી છે. જેના માટે રાજ્યના પ્રમુખો સાથે મીટીંગ યોજાનાર છે.

ફ્રાંસની વાત કરીએ તો ફ્રાંસમાં એક દિવસની અંદર 50 હજાર નવા કેસ સામે આવ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રાં નવા પ્રતિબંધોને લઇને દેશના લોકોને સંબોધિત કરવાના છે. દુનિયાભરમાં કોરોના કેસનો આંકડો 4.38 કરોડને વધી ગયો છે. તો દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 11,65,443 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહહેર ઉપર કાબૂ મેળવવા માટે સ્પેનમાં ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. સ્પેનમાં અત્યાર સુધીમાં કોરોનાના 11 લાખ કરતા વધારે કેસ સામે આવ્યા છે.

READ ALSO

Related posts

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ

GSTV Web Desk

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે

Hardik Hingu
GSTV