GSTV

કોપા અમેરિકા/ બ્રાઝિલે 4-0થી પેરૂને હરાવ્યું : કોલંબિયા અને વેનેઝુએલાની મેચનું આ રહ્યું રિઝલ્ટ, નેમાર ઇતિહાસ રચશે

નેમાર

Last Updated on June 19, 2021 by Bansari

સુપરસ્ટ્રાઈકર નેમારે કારકિર્દીના ૬૮માં ગોલની સાથે લેજન્ડરી ખેલાડી પેલેના રેકોર્ડ તરફ આગેકૂચ કરતાં બ્રાઝિલે ૪-૦થી પેરૃને હરાવીને કોપા અમેરિકામાં સતત બીજો વિજય નોંધાવ્યો હતો. ફિફાના ઓફિસિઅલ રેકોર્ડ પ્રમાણે પેલેએ બ્રાઝિલ તરફથી ૭૭ ગોલ ફટકાર્યા છે. જે અનુસાર નેમાર પેલેના રેકોર્ડ કરતાં હવે માત્ર ૯ જ ગોલ પાછળ છે. નોંધપાત્ર છે કે, બ્રાઝિલે અગાઉ ૩-૦થી વેનેઝુએલાને હરાવ્યું હતુ. કોપા અમેરિકાની અન્ય એક મેચમાં કોલંબિયા અને વેનેઝુએલાની મેચ ૦-૦થી ડ્રો થઈ હતી.

નેમાર

રિચાર્લિસને ચોથો ગોલ ફટકારીને ટીમને પ્રભાવશાળી જીત અપાવી

રિયો ડી જાનેરોમાં ખાલી સ્ટેડિયમમાં ખેલાયેલા કોપા અમેરિકાના ગૂ્રપ મુકાબલામાં મેચની ૧૨મી મિનિટે એલેક્સ સાન્દ્રોએ બ્રાઝિલને સરસાઈ અપાવી હતી. જે પછી પેરૃએ ડિફેન્સને વધુ મજબુત કરતાં બ્રાઝિલ ગોલ ફટકારવા માટે સંઘર્ષ કરતું જોવા મળ્યું હતુ. બીજા હાફમાં મેચની ૬૮મી મિનિટે નેમારે ૬૮મો આંતરરાષ્ટ્રીય ગોલ ફટકારીને ટીમની સરસાઈ બેવડાવી હતી. જે પછી ૮૯મી મિનિટે એવર્ટન રિબેઈરોએ બ્રાઝિલ તરફથી ત્રીજો ગોલ ફટકાર્યો હતો અને ૯૦ મિનિટ બાદ ઈન્જરી ટાઈમની ત્રીજી મિનિટે રિચાર્લિસને ચોથો ગોલ ફટકારીને ટીમને પ્રભાવશાળી જીત અપાવી હતી.

કોપા અમેરિકામાં ગૂ્રપ એની અન્ય એક મેચમાં કોલંબિયા અને વેનેઝુએલા ટકરાયા હતા. જે મેચ ૦-૦થી ડ્રો રહી હતી. ટુર્નામેન્ટના પ્રારંભે જ વેનેઝુએલાની ટીમના ખેલાડીઓ અને ઓફિસિઅલ્સ મોટી સંખ્યામાં કોરોનામાં સપડાયા હતા, જેના કારણે તેમને નવા ખેલાડીઓને બોલાવવા પડયા હતા.

બ્રાઝિલની ઓલિમ્પિક ટીમમાં નેમારને સ્થાન નહીં

વિશ્વના સૌથી મોંઘા ખેલાડી તરીકેનો દબદબો ધરાવતા નેમારને બ્રાઝિલની ઓલિમ્પિક ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. કોચ એન્ડ્રે જાર્ડીને જાહેર કરેલી ટોકિયો ઓલિમ્પિક માટેની ટીમમાં બ્રાઝિલના વેટરન ખેલાડી ડેનિયલ એલ્વેસને તક મળી છે, પણ પાંચ વર્ષ અગાઉ ગોલ્ડ મેડલ જીતનારી ટીમના સભ્ય માર્કિન્હોસને પણ પડતો મૂકવામાં આવ્યો છે. એલ્વેસ હાલમાં ઘુંટણની ઈજાના કારણે કોપા અમેરિકા ટુર્નામેન્ટમાં રમી રહ્યો નથી. બ્રાઝિલિયન મીડિયાએ જણાવ્યું હતુ કે, નેમારે તો ટોકિયો ઓલિમ્પિકમાં રમવાની તૈયારી બતાવી હતી, પણ ફેડરેશન તેને ટીમમાં સમાવવા માટે તૈયાર નહતું.

Read Also

Related posts

પાકિસ્તાનમાં હિંદુ મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં આગ લગાવી મૂર્તિઓ ખંડિત કરી

Damini Patel

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Damini Patel

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!