GSTV
Gujarat Government Advertisement

યુરો કપ / ફૂટબોલના મેગા શોનું કાઉન્ટડાઉન : 24 ટીમો વચ્ચે જંગ, 60 વર્ષના ઇતિહાસમાં બદલાયા આ નિયમો

ફૂટબોલ

Last Updated on June 10, 2021 by Karan

યુરોપીયન ફૂટબોલની સર્વોપરી ફૂટબોલ ટુર્નામેન્ટ – યુરો કપ ૨૦૨૧નો ૧૨મી જુનથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ૬૦ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત યુરો કપ ટુર્નામેન્ટનું ફોર્મેટ બદલવામાં આવ્યું છે. એક મહિના સુધી ચાલનારા ફૂટબોલના મેગા મુકાબલામાં યુરોપની ટોચની ૨૪ ટીમો ભાગ લેવાની છે. આ વખતે પહેલી વખત જુદા-જુદા ૧૧ દેશોમાં મુકાબલાનું આયોજન કરવામાં આવ્યું છે.

નિર્ધારિત સંખ્યામાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ

મહામારી વચ્ચે શરૃ થઈ રહેલી ટુર્નામેન્ટમાં નિર્ધારિત સંખ્યામાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત કેટલાક સ્થળોએ વેક્સિન પાસપોર્ટનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન પોર્ટુગલની સાથે સાથે વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સ, જર્મની, સ્પેન, નેધરલેન્ડ, ઈંગ્લેન્ડ, વેલ્સ જેવી ટીમો પણ પોતાનું પ્રભુત્વ સાબિત કરવાનો પ્રયાસ કરશે.

ભારતીય સમય પ્રમાણે ૧૧મી જુનને શુક્રવારે મધરાત બાદ (૧૨મી જુન) ૧૨.૩૦ વાગ્યાથી રોમમાં યજમાન ઈટાલી અને તુર્કી વચ્ચે સૌપ્રથમ મુકાબલો ખેલાશે. આ સાથે શરૃ થનારી ગૂ્રપ સ્ટેજની મેચો ૨૪મી જુન સુધી ચાલશે. જે પછી ૨૬ થી ૩૦ જુન દરમિયાન રાઉન્ડ ઓફ ૧૬ની મેચો રમાશે. ત્યાર બાદ જુલાઈમાં તા. ૨ થી ૪ દરમિયાન ચાર ક્વાર્ટર ફાઈનલ રમાશે. જ્યારે તારીખ ૭ અને ૮ ના રોજ બે સેમિ ફાઈનલ અને તારીખ ૧૨મી એ ફાઈનલનું આયોજન થશે.

ફૂટબોલ

જાણો કયા ગ્રુપમાં કઇ ટીમ

  • ગ્રુપ એ: તુર્કી, ઈટાલી, વૅલ્સ, સ્વિત્ઝર્લેન્ડ
  • ગ્રુપ બી : ડેનમાર્ક, ફિનલેન્ડ,બેલ્જીયમ, રશિયા
  • ગ્રુપ સી : નેધરલેન્ડ, યુક્રેન, ઓસ્ટ્રિયા, ઉત્તર મેસેડોનિયા
  • ગ્રુપ ડી : ઈંગ્લેન્ડ, ક્રોએશિયા, સ્કોટલેન્ડ, ચેક રિપબ્લિક
  • ગ્રુપ ઈ : સ્પેન, સ્વિડન, પોલેન્ડ, સ્લોવેકિયા
  • ગ્રુપ એફ : હંગેરી, પોર્ટુગલ, ફ્રાન્સ, જર્મની.
  • યજમાન દેશો : ઈંગ્લેન્ડ, રશિયા, અઝરબેજાન, જર્મની, ઈટાલી, રોમાનિયા, સ્પેન, નેધરલેન્ડ, હંગેરી, ડેનમાર્ક, સ્કોટલેન્ડ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈ-એચડીએફસીને પાછળ છોડી આ બેંક ભારતમાં બની નંબર વન, અહીં જુઓ ટોપ -10નું સંપૂર્ણ લિસ્ટ

Vishvesh Dave

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!