GSTV

હંમેશા પોતાના ફિગરને લઈને ચર્ચામાં રહેતી આ મોડલના મંગેતરને લોકોએ એલિયન કહ્યો, સમગ્ર આફ્રિકામાં થઈ ગયો હોબાળો

આફ્રિકન કિમ કાર્દશિયનના નામથી ખ્યાત આઈવરી કોસ્ટ દેશની મોડલ યુડોક્સી યાઓ મોટા ભાગે પોતાના ફિગરને લઈને ચર્ચામાં રહેતી હોય છે. પણ આ વખતે તે ચર્ચામાં આવી છે, તેનું કારણ કંઈક અલગ જ છે. હકીકતમાં અમુક લોકોએ યુઓના મંગેતર અને ગ્રેન્ડ પીના નામથી ખ્યાતનામ યાગક મૂસા સાંડીયના કાબાને સોશિયલ મીડિયા પર ‘એલિયન’ કહીને ટ્રોલ કહેતા મોડલે જડબાતોડ જવાબ વાળ્યો છે.

આમ તો કેટલાય લોકો તેમની જોડીની મજાક બનાવી ચુક્યા છે. પણ યાઓને કોઈ ફરક પડતો નથી. પણ જ્યારે લોકોએ તેના મંગેતરને એલિયન કહ્યુ તો, તેને પણ જરાયે મોડુ કર્યા વગર જવાબ આપતા કહ્યુ હતુ કે, ગ્રેન્ડ પી કે, જેને આ દુનિયામાં પ્રેમની જરૂર છે, તેણે પોતાના જીવનમાં કેટલાય દુખો વેઠ્યા છે.

યોઆએ કહ્યુ હતું કે, ગ્રેન્ડ પી એક માણસ છે, જેને આપણા બધાની માફક ભગવાને બનાવ્યો છે. કોઈ તેને એલિયન કહે તે મને મંજૂર નથી. હું દુ:ખી છું, હૈરાન છું. આખરે કોઈ કઈ રીતે ભગવાનની બનાવેલી રચનાને એલિયન કહી શકે. શું આપણે તેને યાદ અપાવવાની જરૂર છે કે, તે આપણા બધાથી અલગ છે ?

યુડોક્સી યાઓની હિપ 80 ઈંચની છે અને તે પશ્ચિમ આફ્રિકામાં સૌથી મોટા હિપ હોવાનો દાવો કરે છે. તો વળી તેનો મંગેતર ગેન્ડ પી રેયર જેનેટિક ડિસઓર્ડર સાથે જન્મ્યો છે. જેની સીધી અસર તેના કદ પર પડી છે.

આ ટ્રોલના કારણે ગ્રેન્ડ પી દ્વારા હાલમાં જ કરવામાં આવેલી જાહેરાત કે, જેમાં તેણે કહ્યુ હતું કે, તે પોતાના દેશ ગિનીમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી લડશે અને આ ચૂંટણીમાં તેના મંગેતર યુડોક્સી યાઔ તેના માટે ચૂંટણી પ્રચાર પણ કરશે.

એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે 18 ઓક્ટોબરે કાબામાં તે પોતાની રાજકીય પાર્ટી બનાવા જઈ રહી છે. જેનું નામ અમૌર કંસીડરેશન એટ યુનાઈટ રાખવાનો વિચાર કરી રહી છે.

READ ALSO

Related posts

પીએમ મોદીની દાઢીની તુલના નીચે જતી જીડીપી સાથે, શશિ થરુરે શેર કર્યો મેમ

Mansi Patel

ગુજરાત બજેટ : 182 ધારોંસભ્યોમાં ખુશીની લહેર, બજેટમાં નાણામંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત

Mansi Patel

સીડી કાંડમાં ફસાયેલા કર્ણાટકાના મંત્રીએ આપ્યું રાજીનામું, નોકરીના બદલામાં મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!