GSTV

ઓનલાઈન જાહેરાતોમાં મોનોપોલી સર્જવા મુદ્દે ફેસબુક સામે તપાસ, યુઝર્સના ડેટામાં ગરબડ થતી હોવાની ફરિયાદ

ફેસબુક

Last Updated on June 5, 2021 by Damini Patel

ફેસબુક સામે ઓનલાઈન જાહેરાતોમાં મોનોપોલી સર્જી દીધી હોવા મુદ્દે યુરોપિયન સંઘ અને બ્રિટિશ સરકારે તપાસ શરૃ કરી છે. એન્ટી ટ્રસ્ટ અંતર્ગત ફેસબુક સામે તપાસ થશે.

ફેસબુક સામે તપાસનો આદેશ

ફેસબૂક

યુરોપિયન સંઘ અને બ્રિટિશ રેગ્યુલેટરીએ ફેસબુક સામે તપાસનો આદેશ આપ્યો છે. ફેસબુકે ઓનલાઈન જાહેેરાતોમાં મોનોપોલી સર્જીને સ્પર્ધા ખતમ કરી દીધી હોવાની ફરિયાદ ઉઠી છે. ફેસબુકે યુઝર્સના ડેટામાં ગરબડ કરીને ચોક્કસ પ્રકારની જાહેરાતો દર્શાવવાનું શરૃ કર્યું હોવાથી એ દિશામાં તપાસ કરાશે.

યુઝર્સના ડેટા સાથે છેડછાડ

Facebook

કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં અન્ય સ્પર્ધકોને પાછળ પાડવા માટે ફેસબુક જાણી જોઈને યુઝર્સના ડેટા સાથે છેડછાડ કરે છે અને એ રીતે જાહેરાતો બતાવવામાં મોનોપોલી સર્જે છે. ફેસબુક કંપની તેની પોઝિશનનો લાભ લઈને સ્પર્ધા ખતમ કરી રહી છે.

જો ફેસબુક સામે આ આરોપ સાબિત થશે તો યુરોપિયન સંઘ અને બ્રિટિશ રેગ્યુલેટરી તેના પર દંડ ફટકારશે. ઉલ્લેખનીય છે કે યુઝર્સના ડેટા મુદ્દે અગાઉ પણ ફેસબુક પર યુરોપિયન સંઘે દંડ ફટકાર્યો હતો.

Read Also

Related posts

રહસ્ય/ અંતરિક્ષમાંથી 9 તારાઓ જોતજોતામાં ગાયબ થઇ ગયા : વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા, એલિયન્સ હતા કે શું?

Harshad Patel

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!