GSTV
News Ukraine crisis 2022 World ટોપ સ્ટોરી

યુક્રેન પર આક્રમણની પુતિને ચૂકવવી પડી શકે છે મોટી કિંમત, યુરોપમાં તમામ સંપત્તિ જપ્ત

રશિયા

રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેન પર આક્રમણની મોટી કિંમત ચૂકવવી પડે તેવી શક્યતા છે. યુરોપીયન યુનિયન (ઈયુ)એ રશિયન પ્રમુખ પુતિન અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવની યુરોપમાં રહેલી બધી જ સંપત્તિઓ જપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. બીજીબાજુ અમેરિકાએ બે સૌથી મોટી નાણાકીય સંસ્થાઓ સાઈબર બેંક અને વીટીબી પર પ્રતિબંધ મૂકવા અને બ્રિટન, પોલેન્ડે રશિયાની સરકારી એરલાઈન્સ એરોફ્લોટના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય રશિયા પર વિશ્વના દેશો અનેક આર્થિક પ્રતિબંધો મૂકી રહ્યા છે. જોકે, આ પ્રતિબંધોથી ડર્યા વિના રશિયાએ બ્રિટિશ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

russia ukraine war

યુક્રેન પર આક્રમણના વિરોધમાં રશિયા પર દુનિયાભરના દેશો અનેક આર્થિક પ્રતિબંધો મૂકી રહ્યા છે. જોકે, પુતિન અને લાવરોલ પર પ્રવાસ પ્રતિબંધો મૂકવા ઘણું વહેલું ગણાશે તેમ ઈયુ નેતાઓએ જણાવ્યું હતું. વિશ્વના દેશો એક બાબતે સ્પષ્ટ છે કે યુક્રેનમાં રશિયાની સૈન્ય દખલ અયોગ્ય છે અને પુતિનના આ પગલાંથી યુરોપમાં મોટું યુદ્ધ છેડાઈ શકે છે.

રશિયા પર આર્થિક પ્રતિબંધો માત્ર પશ્ચિમી દેશો પુરતા મર્યાદિત રહ્યા નથી. એશિયા અને પ્રશાંત ક્ષેત્રના દેશોએ રશિયાની બેન્કો અને અગ્રણી કંપનીઓ વિરુદ્ધ નવા દંડાત્મક પગલાં ઉઠાવવાનું સમર્થન કર્યું છે. અનેક દેશોએ રશિયાના ઉદ્યોગોને નુકસાન પહોંચાડવા તેમજ સેમીકન્ડક્ટર્સ અને અન્ય હાઈ-ટેક ઉત્પાદનોની નિકાસ પર નિયંત્રણો મૂક્યા છે.

બાઈડન

અમેરિકાએ જણાવ્યું હતું કે અમે અમારા સહયોગીઓ અને ભાગીદારો સાથે મળીને રશિયા પર અભૂતપૂર્વ આર્થિક પ્રતિબંધો અને નિકાસ નિયંત્રણો મૂકવાની જાહેરાત કરીએ છીએ. આ પ્રતિબંધોથી અમે મોસ્કોને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાથી અલગ-થલગ કરી દઈશું. અમેરિકાએ રશિયાની બે સૌથી મોટી નાણાકીય સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમની પાસે ૭૫૦ અબજ અમેરિકન ડોલરથી વધુની સંપત્તિ છે, જે રશિયાની બેન્કિંગ સિસ્ટમની કુલ સંપત્તિના અડધાથી વધુ છે. ઉપરાંત અમેરિકાએ ૭૦ અબજ અમેરિકન ડોલરથી વધુની કુલ સંપત્તિવાળી ત્રણ અન્ય રશિયન બેન્કોની સંપત્તિ જપ્ત કરવાની સાથે તેની સાથે કોઈપણ પ્રકારની લેવડ-દેવડ પર પ્રતિબંધ મૂક્યો હતો. અમેરિકન રોકાણકારોને રશિયાની ૧૩ સૌથી મહત્વપૂર્ણ સરકારી કંપનીઓને લોન અથવા ઈક્વિટી પોષણ આપતા રોકાશે. બીજીબાજુ બ્રિટન અને પોલેન્ડે રશિયાની સરકારી એરલાઈન્સ એરોફ્લોટની ફ્લાઈટ્સના ઉતરાણ અને એરસ્પેસના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, તેમની સામે રશિયાએ પણ બ્રિટિશ એરલાઈન્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Read Also

Related posts

જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ

Rajat Sultan

અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી

Rajat Sultan

તેલંગાણા / રેવંત રેડ્ડીએ સીએમ તરીકે શપથ લીધાના થોડા કલાકોમાં જ ચૂંટણી વચન કર્યું પૂર્ણ

Rajat Sultan
GSTV