GSTV

ટ્રાન્સફરથી ગુસ્સે ભરાયેલાં સબ ઈન્સપેક્ટરે લગાવી દીધી 65 કિલોમીટરની દોડ, પરંતુ રસ્તા વચ્ચે જ… જુઓ VIDEO

Last Updated on November 17, 2019 by Mayur

ઉત્તર પ્રદેશનાં ઈટાવા જીલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઈટાવામાં ટ્રાન્સફર કરવાથી નારાજ પોલીસે વિરોધ પ્રદર્શનનાં રૂપમાં 65 કિલોમીટરની દોડ લગાવવાનું નક્કી કર્યુ, પોલીસનું કહેવું હતુકે, અધિકારોનો દુરૂપયોગ કરીને તેની ટ્રાન્સફર કરવામાં આવી છે જેનો વિરોધ તે 65 કિલોમીટરની દોડ લગાવીને કરશે. અને લોકોને જાગૃત કરશે. પરંતુ થોડી દૂર સુધી પહોંચતાની સાથે જ પોલીસ જવાન રસ્તામાં બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ પોલીસ જવાનનું નામ વિજય પ્રતાપ છે, જે પોલીસ લાઈનમાં પોસ્ટેડ હતો. તેની બદલી બિઠોલી સ્ટેશનમાં કરી દેવામાં આવી છે.

ત્યારબાદ પોતાનો વિરોધ નોંધાવવા માટે વિજય પ્રતાપે પોલીસ લાઈનથી બિઠોલી પોલીસ સ્ટેશન સુધી દોડવાનું નક્કી કર્યુ હતુ. જોકે, દોડતા-દોડતા તે રસ્તા વચ્ચે જ પડી ગયો હતો. ત્યારબાદ તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. એસઆઈ વિજય પ્રતાપે કહ્યુકે, આરઆઈ(રિઝર્વ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ)ની તાનાશાહીને કારણે મારી ટ્રાન્સફર કરવામાં આવી છે.

એસએસપીએ મને પોલીસ લાઈનમાં જ રહેવા માટે કહ્યુ હતુ, પરંતુ આરઆઈએ જબરદસ્તી મારી ટ્રાન્સફર બિઠોલી સ્ટેશનમાં કરી રહી છે. તમે આનો મારો ગુસ્સો કે નારાજગી પરંતુ મે દોડીને બિઠોલી સ્ટેશન જવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છેકે, વિજય પ્રતાપ રસ્તા વચ્ચે જ પડી ગયા હતા. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગઈ છે. અને આખા મામલાની તપાસ થઈ રહી છે.

READ ALSO

Related posts

LIC-CSL અને IDBI બેન્કએ લોન્ચ કર્યા બે ક્રેડિટ કાર્ડ, પ્રીમિયમ પેમેન્ટ પર થશે મોટા લાભ

Damini Patel

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!