GSTV

લોકસભામાં મળેલી કારમી હાર બાદ અખિલેશની મુલાયમ સાથે બેઠક, બેઠકમાં આ કદાવર નેતા પણ આપી શકે છે હાજરી

Last Updated on June 6, 2019 by Mayur

લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને મળેલી હાર બાદ મુલાયમસિંહ યાદવે સૈફઈમાં મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં અખિલેશ યાદવ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં શિવપાલ યાદવ પણ હાજરી આપી શકે છે. તેઓ ફરીવાર સમાજવાદી પાર્ટીમાં વાપસી કરી શકે છે.

આ બેઠક એવા સમયે મળી રહી છે. જ્યારે યુપીમા સપા અને બસપા વચ્ચે ગઠબંધન તુટ્યુ છે. ચૂંટણીમાં સપાને માત્ર પાંચ બેઠક મળી છે. જ્યારે બસપા ઝીરોથી 10 બેઠક મળી છે. ચૂંટણીમાં અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ પણ હારી ગયા. આટલુ જ નહીં ચૂંટણીમાં ધર્મેન્દ્ર યાદવ અને રામગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવ પણ ચૂંટણી હારી ગયા છે.

ગત દિવસે અખિલેશ યાદવે જણાવ્યુ હતુ કે, માયાવતી માટે જે સન્માન પહેલા હતુ એ સન્માન આજે પણ છે. યુપીમાં ગઠબંધન એક પ્રયોગ હતો. જે સફળ થયો નથી. પરંતુ આગામી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી મહેનત કરશે અને ફરીનાર જનતા વચ્ચે જઈને મુદ્દાઓ ઉઠાવશે.

READ ALSO

Related posts

કિર્લોસ્કર બ્રધર્સમાં પારિવારિક વિવાદ વધ્યો, કિર્લોસ્કર એક પ્રતિષ્ઠિત બ્રાંડ, દેશ-વિદેશમાં સ્થાપિત છે 14થી વધુ પ્લાન્ટ

pratik shah

2024 લોકસભાની તૈયારી / કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા CM મમતા બેનર્જી, ભાજપ સામે વિપક્ષને સંગઠિત કરવા અનુરોધ

Zainul Ansari

અમદાવાદ RTO વહેલી સવારથી મોડી રાત્રી સુધી કરશે કામ, લાયસન્સના કામો માટે 15 કલાક સુધી કાર્યરત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!