GSTV
Home » News » ભાજપના સાંસદ અશોક દોહરેએ એસસી-એસટી એક્ટ મામલા પર સંગઠનોના વિરોધથી નારાજ

ભાજપના સાંસદ અશોક દોહરેએ એસસી-એસટી એક્ટ મામલા પર સંગઠનોના વિરોધથી નારાજ

એસસી-એસટી એક્ટ મામલે સવર્ણ સમુદાયના કેટલાક સંગઠનોના વિરોધ પર ઈટાવાથી ભાજપના સાંસદ અશોક દોહરેએ પણ સવાલ ઉઠાવ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયમાંથી આવતા ભાજપના સાંસદ અશોક દોહરેએ કહ્યુ છે કે એસસી-એસટી એક્ટમાં કંઈપણ બદલાયું નથી. આમા કંઈ નવી વસ્તુ જોડવામાં આવી નથી. તેમ છતાં સવર્ણો આનો વિરોધ કેમ કરી રહ્યા છે? ભાજપના સાંસદ અશોક દોહરેએ કહ્યુ છે કે આ કોઈ આંદોલન નથી. પણ કેટલાક લોકોનો અંગત અભિપ્રાય છે. પરંતુ જે સવર્ણો ચાહે છે કે કોઈની હેરાનગતિ થાય નહીં અને દેશમાં સામાજિક ભાઈચારો જળવાઈ રહે તેવા સવર્ણો એસસી-એસટી એક્ટનો વિરોધ કરી રહ્યા નથી. આ કાયદાનો એવા લોકો જ વિરોધ કરી રહ્યા છે કે જેમની મનસા અનુસૂચિત જાતિનું ઉત્પીડન કરવાની છે. આ એક્ટને લઈને ઓબીસીનો પણ કોઈ વિરોધ નથી.

 

Related posts

મંદીમાં આ કંપનીએ 1.4 લાખ કરોડનું દેવું કર્યું ચૂક્તે, બનાવ્યો અનોખો રેકોર્ડ

Mansi Patel

મેયરને પૂછવાનું તો ઠીક પણ લોકાર્પણ વેળાએ ન બોલાવાયા, થયા નારાજ

Nilesh Jethva

મંદીની માર : દિવાળી વેકેશનમાં બહાર ફરવા જવાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!