GSTV
India News Trending

125 મહિલાઓને શિકાર બનાવનાર સીરીયલ રેપિસ્ટ ઝડપાયો, એટા હત્યાકાંડમાં મોટા ખુલાસા

ઉત્તરપ્રદેશના એટા જનપદમાં બે દિવસ પહેલા નગર કોતવાલી વિસ્તારમાં પીપલ અડ્ડા ઉપર મેદાનમાંથી નગ્ન અવસ્થામાં મળી આવેલા મહિલાની લાશ મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસે 6 લોકોને ઝડપી પાડ્યાં છે. જેમાં એક સીરીયલ રેપીસ્ટ પણનો સમાવેશ થાય છે. જાણવા મળ્યું છે કે, તેણે 125થી વધારે મહિલાઓને પોતાનો શિકાર બનાવી છે. તેની સાથે ઝડપાયેલા અન્ય પાંચ લોકો પણ હિસ્ટ્રીશીટર છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલા સાથે રેપ કરવામાં અસફળ રહ્યાં બાદ પોતાની ઓળખ છુપાવવા માટે મહિલાની હત્યા કરી દેવામાં આવી. ઓળખ છુપાવવા માટે તેના ચહેરાને ઈંટો મારીને બગાડી નાંખવામાં આવ્યો.

પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ

જનપદના ઈટાના નગર કોતવાલી વિસ્તારમાં મહિલા હત્યાકાંડમાં પોલીસે 6 લોકોને ઝડપી લીધાનો ખુલાસો કર્યો છે. ઝડપી પાડવામાં આવેલા તમામ હિસ્ટ્રીશીટર છે. પોલીસની માહિતી પ્રમાણે મહિલાની નિર્મમ હત્યા પહેલા બળાત્કાર કરવાનો કરવાનો પ્રયાસ કર્યો હતો. અસફળ થવાથી ઓળખ છુપાવવાના ઉદેશથી મહિલાના ચહેરાને ઈંટોથી મારીને બગાડી નાંખીને હત્યા કરી દેવામાં આવી છે.

ભાડૂઆતોની પૂછપરછમાં થયો ખુલાસો

આ મામલામાં પોલીસે બે સંદિગ્ધ ભાડૂઆતોને અટકાયત કરી હતી. જ્યારે આરોપીઓની કડક પૂછપરછ કરતા ઘટનાનો ખુલાસો થયો. ઘટનાને અંજામ આપનાર આરોપી હેમંત, યાલી ઉર્ફે દિનેશ, ત્રિવેન્દ્ર સુનિલ, બદનસિંહ અને અનિલ યાદ હત્યા, ચોરી, લૂંટ, બળાત્કાર જેવા ગંભીર ગુનામાં જેલ જઈ ચુક્યાં છે.

ફાસ્ટટ્રેક કોર્ટમાં સજા અપાવીશું: એસએસપી

આ મામલામાં એસએસપી સુનિલકુમાર સિંહે જણાવ્યું કે, આરોપી આ પહેલા પણ દુષ્કર્મ તથા મહિલા સંબંધિત ઘટનાઓમાં જેલ જઈ ચુક્યો છે. ઝડપાયેલો આરોપી દિનેશે 125થી વધારે મહિલાઓને પોતાનો શિકાર બનાવી ચુક્યો છે. આરોપીઓ સામે એનએસઈ અને ગૈંગસ્ટર કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આરોપીઓનો મામલો ફાસ્ટટ્રેક કોર્ટમાં લાવીને પ્રભાવી રૂપથી કાર્યવાહી અમલમાં લવાશે. આરોપીઓને ફાસ્ટટ્રેક કોર્ટમાં માધ્યમથી જલ્દીથી જલ્દી સજા અપાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV