GSTV
Home » News » મંદીનો માર મોદી સરકાર પર ભારે, ચાલુ વર્ષે 16 લાખ નોકરીઓ ઘટવાનો અંદાજ

મંદીનો માર મોદી સરકાર પર ભારે, ચાલુ વર્ષે 16 લાખ નોકરીઓ ઘટવાનો અંદાજ

સુસ્તી પૂર્ણ સ્થિતિમાંથી પસાર થતી દેશની અર્થ વ્યવસ્થામાં ચાલુ વર્ષે 16 લાખ નોકરીઓ ઘટવાનો અંદાજ સામે આવ્યો છે. SBI રિસર્ચની એક રિપોર્ટ ઈકોરૈપમાં આ ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. આ રિપોર્ટના મતે નાણાકીય વર્ષ 2019-20માં ગત્ વર્ષ કરતા 16 લાખ ઓછી નોકરીઓ પ્રાપ્ત થાય તેવુ અનુમાન છે.

ઉલ્લેખનીય છે કે, ગત નાણાકીય વર્ષે કુલ 89.7 લાખ રોજગારીની તક મળી હતી. EPFOના આંકડા મુજબ 2018-19માં 89 લાખ નવા રોજગાર મળ્યા હતા. જો કે, ચાલુ નાણાકીય વર્ષમાં 15.8 લાખ નોકરીની તકો ઘટે તેવુ અનુમાન છે. ઈપીએફઓ આંકડામાં મુખ્યત્વે પગાર ભથ્થુ માસિક 15 હજાર હજાર રૂપિયા હોય તેવી નોકરીઓનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત તેમાં કેન્દ્ર અને રાજ્ય સરાકરની નોકરીયાતો તેમજ ખાનગી કામદંધો કરતા લોકોની પણ ગણતરી થતી નથી.

READ ALSO

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari

ક્યાં છે મંદી? દુનિયાભરમાં વધ્યું ભારતીય કારોનું વેચાણ,આંકડામાં થયો આ ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!