GSTV

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Last Updated on September 26, 2021 by Zainul Ansari

એક બાજુ વૃદ્ધ માતાપિતા તેમના પુત્રોના તિરસ્કારને કારણે પોતાનું પિંડદાન કરાવવા માટે મજબૂર બન્યા છે, જ્યારે અન્ય ઉદાહરણો છે, જે સંબંધોની ગરિમાનું મિસાલ બની રહ્યા છે. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના બિછિયા કેમ્પના રહેવાસી બે ભાઈઓએ કોરોનાની બીજી લહેરમાં પોતાની માતા ગુમાવી હતી. માતા હંમેશા નજીક રહે, તેથી બંને ભાઈઓએ ઘરના મંદિરમાં માતાની મૂર્તિ સ્થાપિત કરી. હવે શિક્ષક પુત્ર દ્વારા લખેલી આરતીનો પાઠ સવાર-સાંજ થાય છે.

બિછિયા કેમ્પમાં રહેતા રાહુલ સિંહની માતા ગીતા સિંહનું કોરોના સંક્રમણને કારણે 14 મેના રોજ અવસાન થયું હતું. ગીતા દેવીનું અકાળે મૃત્યુ તેમના પતિ ઉમેશ સિંહ અને તેમના પુત્રો રાહુલ અને વૈભવ માટે મોટો આઘાત હતો. ઘણા દિવસો સુધી મૌન રહ્યા પછી ભાઈઓએ નક્કી કર્યું કે માતા તેમની નજીક રહે, તેથી ભગવાન સાથે મંદિરમાં માતાની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવે. જયપુરમાં એક ખાનગી બેંકમાં કામ કરતા વૈભવ સિંહે આરસની પ્રતિમા બનાવવાની પહેલ કરી.

વૈભવ જણાવે છે કે તે અઢી મહિના સુધી સતત શિલ્પકારની મુલાકાત લેતો હતો. જેથી પ્રતિમામાં માતાનો ચહેરો સ્પષ્ટ દેખાય. 2.5 ફૂટની પ્રતિમા તૈયાર થઈ ત્યારે લાગ્યું કે માતા સામે બેઠી છે. પ્રતિમાની કિંમતના પ્રશ્નને નકારતા રાહુલ કહે છે કે માતાની મૂર્તિ મંદિરમાં જ સ્થાપિત કરવામાં આવી છે. માતાની મૂર્તિ મને શક્તિ મને અને તેમના પ્રત્યે પ્રેમનો અનુભવ અપાવે છે. માતાપિતાનું સ્થાન ભગવાનથી પણ ઉપર હોય છે. તે માત્ર પુસ્તકની વાત નથી. પુત્રવધૂ પ્રીતિ સિસોદિયા જણાવે છે કે માતાને ક્યારેય સાસુની ભૂમિકામાં નથી જોઇ.

પોતે લખી માતાની આરતી, હવે ‘ગીતા માં કી ક્લાસ’ની તૈયારી

શિક્ષકના પુત્ર રાહુલે તેની માતા પર આરતી લખી છે, જે સવારે અને સાંજે મંદિરમાં વગાડવામાં આવે છે. આરતીને અવાજ ગાયક અર્પિતા ઉપાધ્યાયે આપ્યો છે. રાહુલ જણાવે છે કે ગીતા માની આરતીના કોપીરાઈટની ઓપચારિકતા પૂરી કરવામાં આવી રહી છે. ગરીબ બાળકોને વધુ સારી રીતે કોચિંગ આપવા માટે ટૂંક સમયમાં ‘ગીતા માં કી ક્લાસ’ શરૂ કરવામાં આવશે.

Read Also

Related posts

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah

અગત્યનું/ ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર આવશે હેરાન થવાનો વારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!