GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

કોરોના સંકટ : લોકડાઉન છતાં આ દેશોમાં બંદૂક, ગાંજા અને દારૂનું વેચાણ નથી થયું બંધ

કોરોના વાયરસની બિમારીને કારણે દેશમાં 21 દિવસનુ લોકડાઉન કરાયું છે. દેશ સહિત સમગ્ર વિશ્વમાં જ્યાં કોરોના વાયરસની મહામારીછે ત્યાં લોકડાઉન કરાયા છે. ત્યારે લોકોને જીવનજરૃરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે જીવનજરૃરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે. વિશ્વભરના જુદા જુદા વિસ્તારોમાં દેશ મુજબ જુદા જુદા વિસ્તારોના હિસાબે સ્થાનિક પ્રસાશનો નક્કી કરે છે કે કઈ વસ્તુ અતિ આવશ્યક છે. આ બાબતમાં એક બહુ મોટો સવાલ પેદા થયો છે કે ખરેખર અતિ આવશ્યક વસ્તુ છે શું.
મોટા ભાગે દુનિયાભરમાં સ્વાસ્થ્ય કર્મી, પ્રશાસનિક કર્મચારી, ખાવા પિવાના સામાન તેમજ અન્ય જરૃરી વિભાગને લોકડાઉનથી બહાર રખાયા છે. પરંતુ કેટલાય દેશોમાં એવી ચીજોને પણ લોકડાઉનથી બહાર રાખી છે. જે આ દેશના ચારિત્ર્યને નગ્ન કરે છે. જેમ કે અમેરિકામાં લોકડાઉન હોવા છતાં કેટલાક રાજ્યોમાં ગોલ્ફ, બંધૂક અને ગાંજાને અતિ આવશ્યક વસ્તુઓમાં સામેલ કરાયો છે.

corona

બ્રિટેનમાં દારુને અતિ આવશ્યક વસ્તુઓની શ્રેણીમાં રાખ્યો છે. દેશમાં જેવી ખબર પડી કે સુપર માર્કેટ સ્ટોરમાંથી દારુ અને બિયરની બોટલો ગાયબ થઈ રહી હતી. તો સરકારે સૌથી પહેલી તેની વ્યવસ્થા કરવી પડી. અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ક્રસ્ટોફર મૈકનાઈટ નિકોલસનું કહેવું છે કે હાલના સમયમાં અતિ આવશ્ય ચીજવસ્તુઓની રૃખ બદલાઈ છે. હવે અતિ આવશ્યક ચીજો કલ્ચરના હિસાબથી નક્કી થવાને બદલે રાજનીતિક રૃપથી નક્કી થઈ રહી છે. સરકારે એ નક્કી કરવાનું છે કે તે કઈ જરૃરી ચીજવસ્તુઓ છે જેના બંધ થવાથી સમાજનું કાર્ય બંધ થઈ જશે. ભારત અને અમેરિકા જેવા દેશોમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરને અતિ આવશ્યક માનવામાં આવે છે. દુનિયાભરમાં ઈન્ટરનેટ પર નિર્ભરતા હવે સમય સાથે બદલાઈ રહી છે.

અમેરિકાના કેલિફોર્નિયા અને વોશિંગ્ટનમાં ગાંજાને અતિ આવશ્યક મનાય છે

લોકડાઉનના સમયમાં લોકો ઈન્ટરનેટનો વધારે ઉપયોગ કરી રહ્યા છે. એના કારણે લોકોની સમય પસાર કરવામાં વધારે સરળતા રહે છે. ઇન્ટરનેટની દુનિયામાં ફેલાયેલા ઇન્ટરનેટમેંટના સાધનો દ્વારા લોકો સરળતાથી પોતાનો સમય વ્યતિત કરી શકે છે. લોકો પોતાના પ્રિયજનો સાથે વિડિયો કોલના માધ્યમથી પણ વાત કરી લે છે. એનાથી એકબીજા સાથે સકુશળ હોવાનો પણ અહેસાસ થાય છે. અમેરિકાના કેલિફોર્નિયા અને વોશિંગ્ટનમાં ગાંજાને અતિ આવશ્યક માનવામાં આવે છે. અહીં પર પોટ શોપના માધ્યમથી લોકો સુધી ગાંજો પહોંચાડવાનું અતિ આવશ્યક માનવામાં આવે છે. કેટલાક લોકો એનો મેડિકલી ઉપયોગ પણ કરી રહ્યા છે. પરંતુ હાલમાં એના લઈને લાંબી ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે.

કનેક્ટિકટના ગવર્નર લેડ લામોટે અતિ આવશ્યક ચીજવસ્તુઓમાં બંદૂકનો પણ સમાવેશ કર્યો છે. તેમનું પ્રશાસન નથી ઈચ્છતું કે આ લોકડાઉન સ્થિતિમાં બંદૂકના વ્યાપાર પર કોઈ જાતની અસર પડે. હાલમાં ગર્વનરના નિર્ણય પછી પરિવારોમાં ભયનો માહોલ છએ. અમેરિકા પોતાના ગન કલ્ચર માટે પ્રખ્યાત છે. બંદૂકોને કારણે થયેલા કેટલાય હત્યાકાંડ પછી પણ દેશમાં ગન કલ્ચર પર કોઈ પ્રતિબંધ લગાવાયો નથી.

રેસ્ટોરન્ટ બંધ પણ આ વેચાઈ રહી છે વસ્તુઓ

કનેક્ટિકટમાં એક સ્કૂલમાં વિદ્યાર્થીએ તેના કેટલાય સહાધ્યાયીઓને ગોળીથી વીંધી નાખ્યા હતા. હાલના સમયમાં યુરોપ કોરોના મહામારીનું વૈશ્વિક કેન્દ્ર છે. ઈટલી આ સમયે સૌથી વધારે પ્રભાવિત દેશ છે. ઈટલીમાં ફક્ત ખાવા પીવાનીચીજો અને દવાઓ ને અતિઆવશ્યક વસ્તુઓમાં ગણવામાં આવી છે. મેન્યુફેક્ચરિંગના અન્ય બધા ધંધા બંદ કરી દીધા છે. પરંતુ હાલમાં મેડિકલી ઉપકરણોનું મેન્યુ ફેક્ચરિંગ ચાલુ છે. કારણે તેની સૌથી વધારે જરૃરિયાત છે. અન્ય યુરોપીય દેશોની વાત કરવામાં આવે તો બિઝનેસ પ્રોડક્ટ રોકવામાં શરૃઆતમાં આનાકાની કરી પરંતુ સરકારે રેસ્ટોરેન્ટ બંધ કરી દીધું. પરંતુ ચિપ્સ, માછલી અને અન્ય ખાવા પિવાનો સામાન વેચાઈ રહ્યો છે. હવે સરકારે તેના પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

ફ્રાંસમાં પેસ્ટ્રી, વાઈન અને માખણને અતિ આવશ્યક ચીજ વસ્તુઓમાં રાખી છે. ઈઝરાયેલના ધાર્મિક કલ્ચરને જોતા ત્યાં સરકારે સાર્વજનિક પૂજાને અતિ આવશ્યક માની છે. હાલમાં સરકારે એના માટે સંખ્યા નક્કી કરી છે. આઉટડોર પ્રેયરમાં હવે વધુમાં વધુ 10 લોકો જ સામેલ થઈ શકશે. દેશમાં સંસદ સામે પ્રદર્શનને પણ અતિ આવશ્યક માનવામાં આવ્યું છે. તેની છૂટ આપવામાં આવી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટની કાર્યવાહીમાં પણ ઉચિત નિયમોનું પાલન કરવું જરૂરી છે.

Related posts

મોદી સરકાર 2.0 : દેશના ઇતિહાસમાં મોદી અને શાહની જોડીના આ નિર્ણયો સુવર્ણ અક્ષરે લખાશે

Bansari

મહારાષ્ટ્રમાં એક જ દિવસે 114 પોલિસકર્મીઓ થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધી 2325 પોઝીટીવ અને 26ના થયા મોત

Harshad Patel

લાખો કમાવાનો મોકો! Aarogya Setu Appમાં શોધી બતાવો ખામી, સરકાર આપશે ઇનામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!