GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

મોદી સરકારની રણનીતિ, કૃષિ ક્ષેત્રમાં આવક વધારવા માટે આ એક્ટમાં થશે સુધારો

કોરોના કાળમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે એગ્રિકલ્ચર સેક્ટરને આગળ ધપાવવા માટે 8 મુદ્દાઓની વિવિધ યોજનાઓ સાથે 3 મુદ્દાઓમાં સુધારાઓ કરવાની પણ જાહેરાત કરાઈ છે. ખેડૂતો પોતે આત્મનિર્ભર બનવા સાથે અન્ય ખેતી સંલગ્ન વ્યવસાયને પણ આગળ ધપાવવામાં વેગ મળશે. દેશની મોટા ભાગની વસતી ખેતી ઉપર નિર્ભર છે. અને મોટા ભાગના ખેડૂતો ચોમાસુ ખેતી પર નિર્ભર છે તેમ છતાં દેશ દૂધ, શાકભાજી અને કઠોળના ઉત્પાદનમાં વિશ્વમાં ટોપ પર છે. શેરડી, કપાસ મગફળી, ફળ અને મત્સ્ય ઉત્પાદનમાં આપણો દેશ દુનિયામાં બીજા નંબર પર છે. જ્યારે અન્ન ઉત્પાદનોમાં ત્રીજા નંબર પર છે. હાલમાં દેશભરમાં રવી કાપણી થઈ ચૂકી છે. હાલમાં અનાજની ખરીદી મોટા પ્રમાણમાં થઈ રહી છે. દેશના ખેડૂતોને મુશ્કેલી દૂર થાય તે માટે કાયદાઓમાં નવા સુધારા કરવામાં આવશે.

એગ્રિકલ્ચરનો વિકાસ કરવા 8 મુદ્દાઓની વિવિધ યોજનાઓ

  • એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા માટે 1 લાખ કરોડનું ફંડ બનાવાશે
  • 10હજાર કરોડ થી અસંગઠીત ક્ષેત્રના ઉદ્યોગોના આધુનિકરણ થશે
  • પ્રધાનમંત્રી મત્સ્ય સંપદાયોજના માટે 20 હજાર કરોડ
  • રાષ્ટ્રીય પશુ રોગ નિવારણ માટે 53 કરોડ પશુઓનું થશે રસીકરણ
  • પશુપાલનના ઢાંચો સુધારવા 15 હજાર કરોડ
  • ઔષધીય પાકની ખેતીને પ્રોત્સાહન માટે 4 હજાર કરોડ
  • મધપાલનને પ્રોત્સાહન માટે 500 કરોડ
  • સપ્લાય ચેઈન અને સ્ટોરેજથી વેચાણની ટોપટુ ટોટલ ઓપરેશન ગ્રીન માટે 500 કરોડ

ખેડૂતોની આવકમાં વધારો થવાની સંભાવના

કૃષિ ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા અને વિકાસની વૃદ્ધિ માટે 1955થી અમલી છે. જે માટે Essential Commodities Act માં સુધારો થશે. આ કાયદાથી ખેડૂતોની આવકમાં વધારો થવાની સંભાવના છે. આ કાયદાને કારણે ખેડૂતોને ઓછા ભાવ પર ઉત્પાદનો વેચવા માટે મજબૂર બનવું પડતું હતું. અનાજ, ખાદ્યતેલ, તેલીબિયાં, દાળ, ડુંગળી અને બટાટા આવશ્યક વસ્તુઓના દાયરામાંથી બહાર કાઢવામાં આવશે. આપત્તિ અથવા કઠણ પરિસ્થિતિઓને છોડીને આ વસ્તુઓની ભંડારણ મર્યાદા ઘટાડવામાં આવશે.

ઉત્પાદનો કોઈપણ જગ્યાએ વેચવાની છૂટ

ફક્ત કૃષિ ક્ષેત્ર એવું છે જેમાં એપીએમસીના માધ્યમથી ફક્ત લાઈસન્સવાળા પાસે જ ઉત્પાદનો વેચવાની અનુમતિ નથી. ખેડૂતો પોતાના ઉત્પાદનો વેચવા માટે મોટી મજબૂરી નડે છે. અન્ય ઉદ્યોગોમાં ઉત્પાદનો વેચવા માટે એવી કોઈ મજબૂરી નથી. એટલા માટે કાયદામાં સુધારો લાવીને હવે ખેડૂતોને પણ પોતાના ઉત્પાદનો કોઈપણ જગ્યાએ વેચવાની છૂટ આપવામાં આવશે. ખેડૂતોને પણ સારા ભાવ મળી શકશે અને આંતરરાજ્ય વ્યાપાર પણ થઈ શકે એવું કરાવવામાં આવશે. એના માટે કેન્દ્ર સરકાર કાયદો લાવશે.

માનકીકરણની દિશામાં પણ કામ થશે

આ સિવાય ખેડૂતોની ચોક્કસ આવક, જોખમ રહિત ખેતી, ગુણવત્તા માનકીકરણની દિશામાં પણ કામ થશે. ખેડૂતો જ્યારે પાક વેચવા જાય ત્યારે તેને ખબર પડે છે તેની કેટલી કિંમત મળશે. ખેડૂતોનું ઉત્પિડનન ના થાય તે માટે એક સુવિધાયુક્ત કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવશે.

READ ALSO

Related posts

યુદ્ધ ઉન્માદી ચીને લદ્દાખ મોરચે કેમ કરી પીછેહટ, આ છે 3 કારણો

Mansi Patel

શ્રમિક સ્પેશિયલ ટ્રેનો તો ખૂબ દોડી પણ આ રાજ્યમાંથી પહેલી વખત ‘શ્રમિક સ્પેશિયલ ફ્લાઈટે’ ભરી ઉડાન

Arohi

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના આ 5 ધારાસભ્યો નહીં કરી શકે મતદાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!