GSTV
Home » News » ઇસનપુરના કોર્પોરેટરનો લાંચ માંગવા અંગેનો કથિત વીડિયો વાયરલ થતા કરાઈ આ કાર્યવાહી

ઇસનપુરના કોર્પોરેટરનો લાંચ માંગવા અંગેનો કથિત વીડિયો વાયરલ થતા કરાઈ આ કાર્યવાહી

ઇસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ માંગતો કથિત વીડિયો વાયરલ થયા બાદ ભાજપ દ્વારા તાત્કાલિક પગલાં ભરાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદના મેયર બીજલ પટેલે પ્રતિક્રિયા આપતા કોર્પોરેટનું આ પ્રકારનું વર્તન બિલકુલ પણ સ્વીકાર્ય નથી તેમ જણાવી આ મામલે શહેર અને પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાનુ જણાવ્યું હતું.

શુ હતી ઘટના ?

ઈસનપુર વોર્ડના કોર્પોરેટરનો એક વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. ઈસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસ ગેરકાયદે બાંધકામ અંગે એક બિલ્ડર પાસે લાંચ માંગી હતી. આ ઉપરાંત તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સાચવી લેવાનું પણ કહ્યું હતું. જેમા તેમણે ઘણા અધિકારીઓના નામ પણ લીધા હતા. ગેરકાયદે બાંધકામ અંગે બિલ્ડર પુલકિત વ્યાસને દસ હજાર રૂપિયા આપે છે ત્યારે તેઓ કહે છે કે આટલાથી કઈ ના થાય. ત્યાર બાદ તેઓ પાંચ હજાર રૂપિયા વધુ માંગે છે. આ વીડિયો સામે આવ્યા બાદ પુલકિત વ્યાસને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari

કોન્ટ્રોવર્સી ક્વીને અનોખા અંદાજમાં કરવાચોથનું કરાવ્યું ફોટોશૂટ

pratik shah

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર પર લાગ્યા ગંભીર આરોપો, તેમના વિરુદ્ધ નોંધાઈ FIR

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!