GSTV
Gujarat Government Advertisement

21000થી ઓછી સેલરી હોય તો આ વાંચી લો, સરકારની આ નવી યોજનામાં મળશે લાભ જ લાભ

સેલરી

કોરોના વાયરસ સંક્રમણ (coronavirus)ને ફેલાતુ રોકવા માટે સરકારે આશરે 72 દિવસ સુધી લોકડાઉન કર્યુ હતુ. જો કે લોકડાઉનને હજુ સંપૂર્ણ રીતે ખોલવામાં નથી આવ્યુ. મહામારીથી લોકોને બચાવવા માટે સરકાર સતત પગલા લઇ રહી છે. આ જ કડીમાં કેન્દ્ર સરકાર ઇએસઆઇ (ESI Scheme) યોજના અંતર્ગત કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લેતા ચિકિત્સા સેવાને વધુ સારી બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલા લઇ રહી છે. ESICએ પણ એલાન કર્યુ હતુ કે લોકડાઉનના પગલે જે પણ કંપનીઓ કર્મચારીઓનો વાર્ષિક પ્રત્યક્ષ ફાળો જમા ન કરાવી શકે તેમના કર્મચારીઓની મેડિકલ સુવિધા રોકવામાં નહી આવે. ચાલો તમને જણાવીએ કે કોને આ લાભ મળશે.

ESICએ ટ્વીટ કરીને આ જરૂરી જાણકારી આપી

  • જરૂરિયાત ઉભી થાય તો ESICએ પોતાના લાભાર્થીઓને ICMR દ્વારા માન્યતા પ્રાપ્ત લેબથી કોવિડ-19નો ટેસ્ટ કરાવાની પરવાનગી છે.
  • રાજ્ય/કેન્દ્રએ ચિકિત્સા જોગવાઇઓ સાથે યોગ્ય સમન્વય માટે દરેક ESIC ઑફિસમાં એક નોડલ અધિકારીને બેસાડવામાં આવ્યા છે.
  • આ ઉપરાંત ગૃહ મંત્રાલય તરફથી જારી તમામ દિશા-નિર્દેશોનું ESIC હોસ્પિટલોમાં સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યુ છે.

આ લોકોને મળે છે ESICનો લાભ

જણાવી દઇએ કે ESIC યોજનાનો લાભ તે કર્મચારીઓને મળે છે જેની માસિક આવક 21 હજારથી ઓછી હોય અને જે ઓછામાં ઓછા 10 કર્મચારી વાળી કંપનીમાં કામ કરતા હોય. તેની પહેલા વર્ષ 2016 સુધી માસિક આવકની સીમા 15 હજાર રૂપિયા હતા, જેને 1 જાન્યુઆરી 2017થી વધારીને 21 હજાર રૂપિયા કરવામાં આવી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!