GSTV

ESIC નો મોટો નિર્ણયઃ બેરોજગારી ભથ્થા માટેના ક્લમેની ડેડલાઈન વધી, જાણ કેવી રીતે તમને મળશે લાભ

કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે જે લોકોની નોકરી જતી રહી છે. તેને હવે પરેશાન થવાની જરૂરિયાત નથી. કારણ કે, કેન્દ્ર સરકારે બેરોજગારી ભથ્થાના ક્લેમ માટેની છેલ્લી તારીખ 30 જૂન 2021 કરી દીધી છે. એટલે કે, કોરોનાકાળમાં નોકરી ગુમાવનાર કર્મચારી જે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ ઈંશ્યોર્ડ છે. તે ત્રણ મહીનાની 50 ટકા સેલરી મેળવવા માટે હવે 30 જૂન 2021 સુધી અરજી કરી શકશે.

ત્રણ મહીનાની 50 સેલરીના હકદા

બીજી તરફ જે લોકોને 24 માર્ચથી 31 ડિસેમ્બર 2020ની વચ્ચે નોકરી ગુમાવી છે. તે આ યોજના હેઠળ ત્રણ મહીનાની 50 સેલરીના હકદાર હશે. તે કારીગરોને પણ તેનો ફાયદો મળશે જેમને ફરીથી નોકરી મળી ગઈ છે. દેશમાં અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાની સુસ્ત રફ્તારને જોતા કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)એ અરજી કરવાની અંતિમ તિથિને વધારવાનો નિર્ણય કર્યો છે.

ESIC હેઠળ કોઈપણ વીમાધારક કરી શકે છે અરજી

ESIC હેઠળ વીમાધારક કોઈપણ કર્મચારી બેરોજગારી ભથ્થા માટે પોતાનો દાવો પેશ કરી શકે છે. આ ભથ્થુ ત્રણ મહીનાની અડધી સેલરપીના રૂપમાં આપવામાં આવશે. ESIC તે માટે 44 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવા જઈ રહી છે. ESIC તરફથી આ બેરોજગારી ભથ્થા માટે 19 સપ્ટેમ્બરના રોજ બેરોજગારી રાહતને 25 ટકા વધીને 50 ટકા સુધી આપવામા આવ્યો હતો, પરંતુ બેરોજગારી ભથ્થા માટે અરજી કરનારાઓની સંખ્યા આશાથી ખૂબ ઓછી દેખાઈ રહી છે. શ્રમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, કોરોનાના કારણે બેરોજગાર થનાર અત્યાર સુધી 5 લાખ કર્મચારીઓને આ ભથ્થા માટે અરજી કરી નથી. તેને જોતા અરજીની તારીખને આગળ વધારવામાં આવી છે.

આ રીતે કરી શકશો ક્લેમ

50 ટકા સેલરીના ક્લેમ માટે કર્મચારીઓને ESIC ના પોર્ટલ પર ઓનલાઈન ક્લેમફોર્મ ભરી તેને સબમિટ કરવાનું રહેશે અને ભરવામાં આવેલ ફોર્મનું પ્રિંટઆઉટ, એફિડેવિટ, બેન્ક એકાઇન્ટ ડિટેલ્સ અને આધાર કાર્ડની કોપની સાથે સંબંધિત ESIC શાખા જમા કરાવવાની હશે. તમે ઈચ્છો તો પોસ્ટ થકી અથવા ફરી ખુદ જઈને તેને જમા કરી શકો છો. દેશમાં હજુ પણ 3.49 કરોડ પરિવાર ESIC માં રજિસ્ટર્ડ છે જે હેઠળ 13.56 કરોડ લોકોને તેની સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહી છે.


READ ALSO

Related posts

PAKમાં બગાવતના અણસાર, પૂર્વ પીએમ નવાજ શરીફે કહ્યું દેશમાં ચાલી રહ્યાં બે શાસનો

Mansi Patel

રાજદ્રોહ કેસમાં કંગના રનૌતને મુંબઈ પોલીસનું સમન્સ, બંને બહેનોની આ દિવસે થશે પૂછપરછ

Mansi Patel

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી ભવિષ્યને બનાવો સુરક્ષિત, જલ્દી ડબલ થઈ જશે તમારા પૈસા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!