GSTV
India News Trending

મોદી સરકારનો મોટો નિર્ણય: નોકરી ગુમાવનારા લોકોને આવતા વર્ષ સુધી મળતો રહેશે આ સ્કીમનો લાભ, 3 મહિનાની મળશે આર્થિક મદદ

મોદી

કર્મચારી રાજ્ય વિમા નિગમે અટલ બિમીત વ્યક્તિ કલ્યાણ યોજનાને 30 જૂન 2022 સુધી લંબાવી દીધી છે. આ યોજના અંતર્ગત ઔદ્યોગિક શ્રમિકોને બેરોજગારી ભથ્થુ આપવામાં આવે છે. ESIC બેરોજગારી લાભ, જેનો ઉદ્દેશ્ય કોરોના મહામારી દરમિયાન પોતાની નોકરી ગુમાવનારા શ્રમિકોને નાણાકીય મદદ આપવાનો છે. આ વર્ષ 30 જૂને સમાપ્ત થઈ ગઈ હતી. હવે 1 જૂલાઈ 2021થી 30 જૂન 2022 સુધી વેલિડ છે.

અટલ બિમીત વ્યક્તિ કલ્યાણ યોજના અંતર્ગત રોજગાર ગુમાવનારા સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને સરકાર તરફથી આર્થિક મદદ મળે છે. આ એક રીતે બેરોજગારી ભથ્થુ હોય છે. જેનો લાભ એવા કર્મચારીઓને મળે છે. જે ESI સ્કીમ અંતર્ગત કવર છે. એટલે કે, તેમનું માસિક વેતનમાં ESIનું અંશદાન કપાય છે. સ્કીમ અંતર્ગત બેરોજગાર થયા બાદ સરકાર તરફથી વધારેમાં વધારે 90 દિવસ એટલે કે, 3 મહિના સુધી આર્થિક રાહત આપવામાં આવશે.

50 હજાર લોકોએ આ યોજનાનો લાભ લીધો

કોવિડ -19 ફાટી નીકળ્યા બાદ અત્યાર સુધીમાં 50,000 થી વધુ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. તે વીમાધારક વ્યક્તિઓ કે જેઓ કોઈપણ કારણોસર નોકરી ગુમાવે છે તેમને 3 મહિના માટે 50 ટકા પગાર પર બેરોજગારી ભથ્થું આપવાની યોજના છે.

વીમાધારક અંતિમ એમ્પ્લોયર દ્વારા દાવો મોકલવાને બદલે સીધો ESIC શાખા કચેરીમાં દાવો રજૂ કરી શકે છે અને તે ગ્રાહકના બેંક ખાતામાં સીધી ચૂકવવામાં આવે છે. શ્રમ મંત્રાલય હેઠળની બે સૌથી મોટી સામાજિક સુરક્ષા સંસ્થાઓમાંની એક ESIC ની બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં કર્મચારી રાજ્ય બિમા નિગમની 185મી બેઠકમાં અટલ બિમીત વ્યક્તિ કલ્યાણ યોજનાને જૂન 2022 સુધી લંબાવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાનો લાભ એવા લોકોને મળે છે, જેમની નોકરી બંધ થઈ ગઈ છે.

READ ALSO

Related posts

નવો નિયમ/ કર્મચારીઓની બલ્લે-બલ્લે! હવે 1 વર્ષની નોકરી પર પણ મળશે ગ્રેચ્યુઇટી, સરકારે આપી જાણકારી

Bansari Gohel

સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો

Damini Patel

ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ

Damini Patel
GSTV