GSTV
Gujarat Government Advertisement

હવે ફક્ત 10 રૂપિયામાં થશે ગંભીર બીમારીઓની સારવાર, સામાન્ય જનતાને મોદી સરકારની મોટી ભેટ

Last Updated on December 7, 2018 by Bansari

સામાન્ય લોકોને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે મોદી સરકાર સતત મોટા નિર્ણયો લઇ રહી છે. સપ્ટેમ્બર મહિનામાં સરકારે જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત યોજના લૉન્ચ કરી હતી. હવે સરકારે એક નવું પગલું લીધું છે.


જેના અંતર્ગત હવે સામાન્ય જનતાને પણ એમ્પ્લોયી સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન એટલે કે ESICના હોસ્પિટલોમાં સારવાર કરાવાની પરવાનગી મળી ગઇ છે. એટલે કે હવે જ્યારે કોઇપણ વ્યક્તિ ઇએસઆઇસી હોસ્પિટલોમાં સારવાર કરાવી શકે છે. મહત્વની બાબત એ છે કે સારવાર માટે દર્દીએ ફક્ત 10 રૂપિયા જ ખર્ચ કરવા પડશે.

જો કે દર્દીના હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતીમાં કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય સેવા પેકેજ દરના 25 ટકા ચાર્જીસ તરીકે ચુકવવા પડશે. આ ઉપરાતં દર્દીઓને દવાઓ મૂળ કિંમતે ઉપલબ્ધ કરાવામાં આવશે. તેનાથી સામાન્ય લોકોને સસ્તા દરે ઉચ્ચ સ્તરીય સારવારની સુવિધા મળશે.

હાલ ESICના દેશભરમાં 150થી વધુ હોસ્પિટલ અને આશરે 17 હજાર બેડ છે. આ હોસ્પિટલોમાં સામાન્યથી લઇને ગંભીર બીમારીઓની સારવારની સુવિધા ઉપલબ્ધ છે.

હજુ સુધી આ હોસ્પિટલોમાં ઇએસઆઇસીના કવરેજમાં સામેલ લોકોને જ સારવાર કરાવાની સુવિધા મળતી હતી પરંતુ હવે સરકારે તેને સામાન્ય લોકો માટે પણ ખુલ્લા મુક્યા છે. જણાવી દઇએ કે સપ્ટેમ્બર મહિનામાં મોદી સરકારે આયુષ્માન યોજનાની શરૂઆત કરી હતી.

આ યોજના હેઠળ વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. તેમાં લગભગ તમામ બીમારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ કયા પરિવારોનો સમાવેશ થાય છે તેનો નિર્ણય આર્થિક આધાર પર થાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

શરમજનક: મોદીની વાહવાહી કરવામાં શૈક્ષણિક સંસ્થાઓને પણ ન છોડી, પીએમ મોદીનો આભાર માનતા બૈનરો લગાવવા યુનિવર્સિટીઓને આપ્યા આદેશ

Pravin Makwana

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel

ખાસ વાંચો/ રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ આપીને હવે છેતરી નહીં શકે દુકાનદાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!