GSTV

સરકારની મોટી જાહેરાત: 21 હજારથી ઓછી સેલરીવાળા લોકો માટે દેશભરમાં શરૂ થઈ રહી છે સારવાર માટેની આ યોજના

Last Updated on January 28, 2021 by Pravin Makwana

જો આપનું ESI કાર્ડ બની ગયું છે પરંતુ આપના જિલ્લામાં ESIC ની હોસ્પિટલ નથી તો હવે આપની માટે આ ખબર ખાસ તમારા માટે જ છે. નેશનલ હેલ્થ ઓથોરિટી (Nation Health Authority) ની સાથે ESIC નો કરાર થઇ ગયો છે જેની અસર 1લી એપ્રિલ બાદ દેખાવાનું શરૂ થઇ જશે. આ કરાર મુજબ, હવે કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC) ના લાભાર્થી ESI સ્કીમ અંતર્ગત દેશના તમામ જિલ્લાઓમાં સ્વાસ્થ્ય સેવાઓનો લાભ લઇ શકશે.

ESIC સ્કીમ હવે દેશના તમામ 735 જિલ્લાઓમાં

કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC) ના લાભાર્થી ESI સ્કીમ અંતર્ગત દેશના તમામ 735 જિલ્લાઓમાં આ સેવાનો લાભ લઇ શકશે. ESIC ના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય એસપી તિવારીએ જણાવ્યું કે, ‘બુધવારના રોજ યોજાયેલી બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીએ ABPMJAY અંતર્ગત મેનેજમેન્ટ માટે પ્રસ્તાવિત બજેટને મંજૂરી આપી દીધી છે. જેનાથી દેશના તમામ જિલ્લાઓમાં 1 એપ્રિલ 2021થી વીમો ધરાવનાર વ્યક્તિઓને સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળી શકશે. એ માટે નવી હોસ્પિટલો શરૂ કરવામાં આવશે અને જૂની હોસ્પિટલોમાં પણ આ સુવિધાઓ વધારવામાં આવશે.

હાલમાં ESI ની શું પરિસ્થિતિ છે?

આગામી 1 એપ્રિલથી દેશના તમામ જિલ્લાઓમાં લાભાર્થીઓને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તમામ સેવાઓ મળવાની શરૂ થઇ જશે. હાલમાં આ સુવિધા સંપૂર્ણ રીતે દેશના માત્ર 387 જિલ્લાઓમાં જ ચાલી રહી છે. આ સિવાય, 187 જિલ્લાઓમાં આંશિક સેવાઓ મળે છે, જ્યારે 161 જિલ્લાઓમાં ESIC સભ્યોને કોઇ જ સ્વાસ્થ્ય સેવા નથી મળતી.

કોને-કોને થશે ફાયદો?

દર મહીને 21 હજાર અથવા તો તેનાથી ઓછી સેલરીવાળા લોકો ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ESIC સ્કીમ અંતર્ગત આવે છે. દર મહીને તેમની સેલરીનો એક હિસ્સો કપાય છે. જેને ESIC ના મેડિકલ બેનિફિટ તરીકે ડિપોઝિટ કરવામાં આવે છે. વર્કર્સની સેલરીમાંથી દર મહીને 0.75 ટકા અને એમ્પ્લોયર તરફથી 3.25 ટકા પ્રતિ માસ ESIC કિટમાં જમા થાય છે. કુલ મીલાવીને ESIC ના ખાતામાં સેલરીનો 4 ટકા ફાળો આપવામાં આવે છે.

READ ALSO :

Related posts

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

તમારી આંખોની રોશની વધારવામાં કરશે મદદ આ 4 એક્સરસાઇઝ, આ સમસ્યાઓથી પણ અપાવશે છુટકારો

Damini Patel

મુખ્યમંત્રી પદની ઈચ્છા નથી પણ પક્ષ જે કામ સોંપશે તે કરીશ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!