કોણે કહ્યું તે મારો… હાર્દિક પંડ્યાનું નામ સાંભળતાં જ ભડકી ઉઠી તેની આ હૉટ એક્સ-ગર્લફ્રેન્ડ!

કરણ જોહરના ચેટ શૉ કૉફી વિથ કરણમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી તે બાદ ફક્ત સોશિયલ મીડિયા પર જ નહી પરંતુ સામાન્ય જીવનમાં પણ તેની ખૂબ જ આલોચના થઇ રહી છે. ભલે તેણે આ મામલે માફી માંગી હોય પરંતુ હજુ પણ લોકોનો રોષ યથાવત છે. તેવામાં તેની કથિત એક્સ ગર્લફ્રેન્ડ ઇશા ગુપ્તાને આ વાત પસંદ આવી નથી.

તાજેતરમાં જ મ્યુઝિક વીડિયો ‘ગેટ ડર્ટી’નાં લૉન્ચિંગ દરમિયાન હાર્દિક પંડ્યા વિશે ઈશાને પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેને પસંદ આવ્યું નહોતુ. હાર્દિક વિશે પ્રશ્ન પુછાતા ઈશા ગુસ્સે થઈ ગઈ હતી. જ્યારે ઈશાને પ્રશ્ન પુછવામાં આવ્યો કે, “તાજેતરમાં જ તમારા દોસ્ત હાર્દિક પંડ્યાએ કૉફી વિથ કરણમાં મહિલાઓને વાંધાજનક કૉમેન્ટ કરી છે….” તો સૌથી પહેલા તેણે કહ્યું કે, “કોણે કહ્યું કે હાર્દિક પંડ્યા મારો દોસ્ત છે?”

ઈશાએ હાર્દિકની આ કૉમેન્ટને કાઉન્ટર કરતા કહ્યું કે, “પહેલા તો મહિલાઓએ પોતાને પુરૂષો સાથે સરખાવવી ના જોઇએ. આપણે દરેક રીતે સૌથી ચઢિયાતા છીએ. હું કોઇને ખોટુ લગાડવા નથી ઇચ્છતી, પરંતુ તમે કેમ બાળકોને જન્મ નથી આપતા? ત્યારે તમને ખબર પડશે. તમને મહિનામાં 5 દિવસ પીરિયડ્સ થાય અને જ્યારે તમને પીરિયડ્સ હોય ત્યારે ડાન્સ કરવો પડે, ઑફિસ જવું પડે, બાળકોને સંભાળવા પડે, જ્યારે તમે આ બધુ કરી શકો ત્યારે તમે ચઢિયાતા છો.”

ઈશા વધુમાં કહે છે કે, “મને નથી લાગતુ કે કોઇએ પણ મહિલાઓ વિશે ખરાબ વાત કહેવી જોઇએ. જો તમને લાગે છે કે તમારા પરિવારને આ વિશે કોઇ જ પ્રોબ્લેમ નથી તો ભલે ના હોય પરંતુ હ્યુમાનિટીને છે.” ઈશાએ કરણ જોહર અને તેના શૉ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. ઈશા કહે છે કે, “આપણે પહેલા આવી વાતોને પ્રોત્સાહન આપીએ છીએ અને પછી વિરોધ કરીએ છીએ. મને લાગે છે કે પહેલી વખતથી જ પ્રશ્નો ઉઠાવવા જોઇતા હતા, સૌ પર, જે પણ ઇન્વૉલ્વ હતુ એ શૉમાં.”

ઈશા હાર્દિકનાં પરિવાર અને શિક્ષા પર પ્રશ્નો ઉઠાવતા કહે છે કે, “ઘણીવાર લોકો વધારે પડતા ઉત્સાહિત થઇ જાય છે. મને લાગે છે કે ત્યારે પણ થોડુક શિક્ષણ આપવું જોઇએ કે કેવી રીતે વાત કરવી જોઇએ મહિલાઓ વિશે.”

જણાવી દઇ કે બોલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા પોતાની હૉટનેસ અને બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહે છે. ફરી એકવાર ઇશા પોતાની આ જ ખૂબીના કારણે ચર્ચામાં આવી છે. ઇશાનો બોલ્ડ મ્યુઝિક વીડિયો ‘ગેટ ડર્ટી’ રીલીઝ થઇ ગયો છે. મોટાભાગે પોતાના બોલ્ડ ફોટોશૂટને લઇને લાઇમલાઇટમાં રહેતી ઇશા આ મ્યુઝીક વીડિયોમાં પણ બોલ્ડ અને હૉટ અવતારમાં જોવા મળી રહી છે. આ સૉન્ગ ઇશાની કાતિલ અદાઓથી ભરપૂર છે. તેવામાં ઇશાના ફેન્સ આ સૉન્ગને વારંવાર જોવાનું પસંદ કરશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter