બોલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા પોતાના બોલ્ડ઼ અંદાજ માટે ખૂબ જ ફેમસ છે. તે ફિલ્મોથી લઈને રેડ કાર્પેટ સુધી અને ફોટોશૂટથી અંગત જીવન સુધી બોલ્ડ સ્ટાઇલનાં કપડાંમાં પણ જોવા મળે છે. એક તરફ, તેના ચાહકોને અભિનેત્રીનો આ અંદાજ ખૂબ પસંદ આવે છે, તો પછી ઘણા એવા પણ છે જે કપડાંને કારણે આ અભિનેત્રીને ભૂંડી રીતે ટ્રોલ કરે છે. જોકે ઇશા ટ્રોલ્સ પર વધારે ધ્યાન આપતી નથી, પરંતુ એકવાર કોઈ યૂઝરે ખૂબ જ ખરાબ કમેનટ્સ કરી હતી, તો અભિનેત્રી પણ તેનો જવાબ આપવામાં પાછળ નહોતી રહી.

હકીકતમાં એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગ્રેઇશ બ્લૂ કલરના ખૂબ જ ગોર્જિયસ ડ્રેસ પહેર્યો હતો. આ ફ્લોર લેંથ ડ્રેસમાં સ્પેગટી સ્લીવ્સ હતી અને ફ્રન્ટમાં પ્લંજિંગ નેકલાઇન ડિઝાઇન હતી. વેસ્ટથી લઇને નીચે સુધી પ્લીટ્સ સ્ટિચ આપવામાં આવી હતી, જે તેના વોલ્યુમને ખૂબસુરત ફૉલ આપી રહી હતી.
ઇશાની બોલ્ડ નેકલાઇન તેના આખા લુકને સુપર હૉટ બનાવતી હતી. ઉપરથી તેનો કિલર અંદાજ આ એલિમેંટને અનેકગણો વધારી રહ્યો હતો. ફોટોઝ સામે આવતાં જ ફેન્સ પોતાની ફેવરેટ એક્ટ્રેસ પર ફરી એકવાર ફિદા થઇ ગયાં હતા. તેમણે એક પછી એક અનેક કમેન્ટ્સ કરી તેના ભરપૂર વખાણ કર્યા હતાં.

જો કે તેના વખાણ કરતી કમેન્ટ્સ વચ્ચે કેટલાક યુઝર્સે ઇશાને તેના બોલ્ડ ડ્રેસ માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે અનેક નેગેટિવ કમેન્ટ્સ કરી, જેમાંથી એક એટલી વાહિયાત હતી કે ઇશાને પણ તેના પર પ્રતિક્રિયા આપવી પડી હતી.
યુઝરની કમેન્ટ પર ઇશાનો જબરદસ્ત જવાબ

યુઝરે કમેન્ટ કરીને ઇશા ગુપ્તાને યૌન શોષણ અને રેપને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર ઠેરવી હતી. આ કમેન્ટને જોઇને ઇશાએ તે યુઝરને ડાયરેક્ટ રિપ્લાય કરતાં તેને લુઝર અને મોઢુ બંધ રાખવા કહ્યું હતુ. તેની આ કમેન્ટ આવતા જ ફેન્સે પણ યુઝરને આડે હાથ લીધો અને તેની આવી નીચી વિચારધારા બદલ તેની ઝાટકણી કાઢી નાંખી.
Read Also
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?