GSTV

સરકાર લાવી રહી છે નવી સ્કીમ, ઈસબગુલની ખેતીથી લાખો રૂપિયા કમાવવાનો ખેડૂતો માટે અવસર

ઈસબગોલ

Last Updated on January 16, 2021 by Karan

ઈસબગુલ એક ખુબ જ મહત્વની મેડિસિન ફસલ છે. આ ઔષધીય અસલનું સૌથી વધુ એક્સપોર્ટ થાય છે. ઈસબગુલની ખેતીથી 10થી 15000 રોકાણ કર્યા પછી ત્રણથી ચાર મહિનામાં 2.5 લાખથી 3 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. એપીડાના ચેરમેન ડો. અંગામુત્થુનું કહેવું છે કે ઈસબગુલ પોતાનામાં એક ખાસ પ્રોડક્ટ છે. અને સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા માટે ઘણા લોકપ્રિય છે. ઈસબગુલની અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ચીન જેવા વિકસિત દેશોમાં ઘણી માંગ છે. એપીડા(APEDA)એ સાઉથ એશિયા બાયોટેક્નોલોજી સેન્ટર અને ડીબીટી-એસએબીસી બાયોટેક કિશાન, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી, આઈસીએઆર-ડીએમએપીઆર, કૃષિ વિભાગ અને રાજસ્થાન સરકારના આરએસએએમબી સાથે મળીને સારી કૃષિની રીત, પસંસ્કરણ અને ઈસબગોલના એક્સપોર્ટ કેવી રીતે વધારવામાં આવે એ અંગે ચર્ચા કરી.

ઈસબગુલની ખેતીથી લાખો કમાવવાનું અવસર

ઈસબગોલ

એપીડાના ચેરમેને જણાવ્યું કે ભારતમાં આનું ઉત્પાદન ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં લગભગ 50 હજાર હેક્ટરમાં થઇ રહી છે. ભારતમાં લગભગ ત્રણ પ્રકારની ઈસબગુલ ઉગાડવામાં આવે છે. આ વ્યવસાય સાથે જોડાયેલા વિશેષજ્ઞો જણાવે છે કે હરિયાણા-2 કિસ્મની ઇસગબોલની ફસલ 9 દિવસથી લઇ 115 દિવસની અંદર પાકીને તૈયાર થાય છે. ત્યાર પછી ફસલને કાપી એના બીજને અલગ કરવામાં આવે છે અથવા બજારમાં વેચી દેવામાં આવે છે.

જો આપડે એક હેકટરના આધારે અંદાજ મૂકીએ તો એક હેકટરમાં ઈસબગુલની ફસલમા 15 કવિન્ટલ બીજ પ્રાપ્ત થાય છે. જો મંડીમાં એના તાજા ભાવની જાણ કરીએ તો હાલના સમયમાં લગભગ 12,500 રૂપિયા પ્રતિ કવિન્ટલ ભાવ મળી રહ્યો છે આ પ્રકારે જોવામાં આવે તો માત્ર બીજના જ 1,90,000 રૂપિયા થાય છે. એ ઉપરાંત ઠંડીમાં ઈસબગોલના ભાવ વધી જાય છે જેથી આવક વધારે થાય છે.

હવે શું છે સરકારની તૈયારી

રાજેસ્થાન સરકારના કૃષિ અને બાગાયતી વિભાગમાં કમિશનર ડો. ઓમ પ્રકાશે કહ્યું કે ઈસબગુલ એક સંવેદનશીલ ફાંસલ છે અને જો ફસલ કાપતી અમયે પાલો પડી જાય અથવા વરસાદ આવી જાય તો ઘણું નુકશાન થાય છે. એવામાં ઈસબગુલની એવી પ્રજાતિઓ વિકસિત કરવી જરૂરી છે, જે વિપરીત ઋતુમાં પણ વધુ ઉત્પાદન આપી શકે છે. જેથી ઉદ્યોગોને સારું ઉત્પાદન મળશે.

  • રાજસ્થાનમાં ખેડૂત અને એફપીઓને સંગઠનાત્મક રૂપથી મજબૂત કરવા માટે કાર્યક્રમની જરૂરત છે. જેથી ઈસબગુલના બીજ ઉત્પાદન અને પ્રબંધન સારી રીતે થઇ શકે અને ખેડૂત સારી ખેતીની રીતનો ઉપયોગ કરી શકે.
  • ગુણવત્તા વાળા બીજનું ઉત્પાદ, વધુ પેદાશ આપતી પ્રજાતિઓ અને ફસલને બીમારીથી બચાવવા વાળી ટેક્નિકની જાણકારી ખેડૂતોને મળવી જરૂરી.
  • વિભિન્ન પ્રજાતિઓને વિકસિત કરવા, બીજ સુધાર અને બીજમાં બદલાવ દ્વારા ફસલોને કીડા, ફકુંડ અબે જંગલી ઘાસથી બચાવવું જરૂરી.
  • આંતરફસલીય ટેક્નિક દ્વારા ફસલનું ઉત્પાદન વધારવું, જંતુનાશકના ઉત્પાદનમાં સમજદારી ફેલાવવી, જો કે આંતરાષ્ટ્રીય માંગને પહોંચી વળવી. જેથી સારી ફસલનું ઉત્પાદન થઇ શકે.
  • ભારત સરકાર દ્વારા 10 હજાર એફપીઓ બનાવવા માટે ફસલની દિશામાં પગલું લેતા એફપીઓ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા. આવા એફપીઓની જરૂરત છે જે ઈસબગોલના મૂલ્ય સંવર્ધન, હેન્ડહોલ્ડિંગ, બજાર સાથે જોડાણ તકનીકી ભાગીદારીમાં મદદ કરી શકે.
  • યુવાનોને પ્રસંસ્કરણ આવક સ્થાપિત કરવા, જૈવિક ઉત્પાદન અને નિર્યાતને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવા

ઈસબગુલ ઉત્પાદનમાં મૂલ્ય સંવર્ધન કરી એની માંગ વધારવી વેબિનારમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વિભાગ, ડીબીટી-એસએબીસી, નાબાર્ડ, એસએફએસી, ઈસબગોલ પ્રોફેસર્સ એસોસિએશન, ઇન્ડસ્ટ્રી અને નિર્યાતકોના 70થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે.

Also Read

Related posts

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt

ગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ

Bansari

કોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!