GSTV
Home » News » લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ચૂંટણી આયોગની હેલ્પલાઈનમાં સર્જાઈ આવી ખામી

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ચૂંટણી આયોગની હેલ્પલાઈનમાં સર્જાઈ આવી ખામી

લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી આયોગ (ECI)ની મતદાતા હેલ્પલાઈનમાં આંશિક ખામી સર્જાઈ છે. જ્યારે કોઈ મતદાર હેલ્પલાઈન પર કૉલ કરે છે તો તેમને કોઈનો જવાબ નથી મળતો.

કોઈ પણ ફોન કરે તો સામે, ‘તમામ ઓપરેટર વ્યસ્ત છે અને આ સમયે કોઈ જવાબ નહીં આપી શકે.’ તેમ જ સંભળાયા કરે છે.

આ ફરિયાદ મળતા જ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી કૃષ્ણાએ જિલ્લા કલેક્ટર્સને પોતપોતાના જિલ્લામાં મતદાતાઓની હેલ્પલાઈનની સ્થિતિ તપાસવાની સૂચના આપી છે.

અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેએ હેલ્પલાઈનની તપાસ કર્યા બાદ સ્વીકાર્યું કે કૉલ કરનારા લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું,

“અમે તપાસ કરી લીધી છે. ગુજરાતી સર્વિસ કામ નથી કરી રહી કારણ કે તે ઈલેક્શન કમિશનના સહાયકોને કૉલ રૂટ નથી કરી રહી અને ત્યારબાદ કૉલ ડ્રોપ કરી રહી છે. અંગ્રેજી સેવા બરાબર ચાલી રહી છે. હવે આના પર અમે કામ કરીશું.”

ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગ આ વખતે મતદાતાઓને વધુ સુવિધા મળે તે માટે ગુજરાતીમાં આ સર્વિસ આપી રહ્યું છે, પરંતુ હવે તેમાં ખામી સર્જાતા ખૂબ ઝડપથી તેનું નિવારણ લવાશે તેમ અધિકારીનું કહેવું છે.

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!