GSTV

ગોરખ ધંધો / OTT એડલ્ટ કન્ટેન્ટનું નવું માધ્યમ, આ એપ્લિકેશન પર પણ અશ્લીલ સામગ્રી પરોસવાનો આરોપ

Last Updated on July 22, 2021 by Zainul Ansari

અશ્લીલ ફિલ્મો બનાવવા અને OTT પ્લેટફોર્મ પર અપલોડ કરવા બદલ બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. રાજ કુંદ્રા બોલિવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ છે. રાજ કુંદ્રા સામે આરોપ છે કે તે હોટશોટ નામની એપ પર એડલ્ટ કન્ટેન્ટ અપલોડ કરાવતો હતો.

ભારતમાં પોર્નોગ્રાફી ગેરકાયદેસર છે, પરંતુ ઘણાં ઓટીટી પ્લેટફોર્મ છે જેના પર એડલ્ટ કન્ટેન્ટ પ્રોડ્યૂસ થાય છે. આ ડિજિટલ યુગમાં એડલ્ટ કન્ટેન્ટને ઇરોટિક કન્ટેન્ટ તરીકે વેચવામાં આવે છે. આ ફિલ્મોમાં ન્યૂડિટીથી લઇ ચીપ કહાણીઓ હોય છે. ઓટીટી પ્લેટફોર્મ એડલ્ટ કન્ટેન્ટનું નવું માધ્યમ બની ગયું છે. સબ્સ્ક્રિપ્શન લઈને લોકો આ પ્રકારની સામગ્રી જોઈ રહ્યાં છે.

આ OTT પ્લેટફોર્મ પર બતાવવામાં આવી રહ્યું છે ‘ઇરોટિક કન્ટેન્ટ’

આ OTT પ્લેટફોર્મની વાત કરીએ તો આ લિસ્ટમાં ઘણા નાના-મોટા પ્લેટફોર્મ છે, જેના પર ઇરોટિક કન્ટેન્ટ બતાવવાને લઇ રિપોર્ટ્સ છે. જ્યારે હોટશોટ ડિજિટલ એન્ટટેઇન્મેન્ટ સિવાય એવી ઘણી એપ્લિકેશન છે, જેમ કે ફ્લિઝ મૂવીઝ, કૂકૂ, Primeflix, 8શોટ્સ, ગુપચુપ જેના પર અસ્લીલ કન્ટેન્ટ ઉપલબ્ધ છે. જ્યારે ગંદી બાત, XXX, Dubeyji And The Boys, Kavita Bhabhi જેવા શોઝ પર પણ પ્રશ્નો ઉભા થયા છે.

લાખોમાં છે ડાઉનલોડ્સ

આ એપ્લિકેશનના એન્ડ્રોઇડ એપ પર ડાઉનલોડ લાખોમાં છે. કૂકૂ એપને 10 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. ફ્લિઝ મૂવીઝ એપ્લિકેશનને 1 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. જ્યારે Primeflixને 5 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કીર છે. ગુપચુપ એપ્લિકેશનને પણ એક લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે.

ન્યૂકમર શિકાર બની રહ્યા છે

બોલિવુડમાં કામ કરવા માટે નાના-મોટા શહેરોમાંથી ન્યૂકમર મુંબઈ પહોંચે છે. વેબ સીરીઝમાં કામ કરવાના નામે તેઓ આ પ્રકારના પ્લેટપોર્મમાં ફસાઇ જાય છે. હકીકતમાં શરૂઆતમાં ફિલ્મ, સીરિયલ, વેબ સીરીઝ વગેરેના નામે ઓડિશન થાય છે, રોલ નક્કી થાય છે, પરંતુ શૂટિંગના થોડા સમય પહેલા સ્ક્રિપ્ટમાં ફેરફારની વાત કહી સેમી ન્યૂડ ફુટેઝ શૂટ કરાવવાના પણ આરોપ લાગ્યા છે. ઘણા મોડલ્સે તેના વિરુદ્ધ અવાજ ઉઠાવી છે.

Read Also

Related posts

Tokyo Olympics મહિલા હોકીમાં આ પાંચ ધાકડ છોરીઓના દમ પર ભારતે રચ્યો ઈતિહાસ, જાણો કેવી રીતે થયો ચમત્કાર

pratik shah

રામ નામના જાપ/ 57 વર્ષથી અહીં ચાલી રહી છે અખંડ રામધૂન, એક સેકન્ડ માટે પણ નથી રહી બંધ, જાણી લો ગુજરાતમાં ક્યાં આવેલું છે આ સ્થળ

Harshad Patel

સાચવજો/ 1,40,00,000 કરોડના ખર્ચ પછી પણ જીવવા માટે તલસી રહ્યો છે કોરોનાનો દર્દી, ડોક્ટરે કહ્યું હજુ એક કરોડ રૂપિયા થશે ખર્ચ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!