GSTV

વડોદરા / ઓમિક્રોનના સંભવિત ખતરાને જતા SSG હોસ્પિટલ સજ્જ, આઈસીયુ, ઓક્સિજન સહિતની સુવિધાઓ તૈયાર ઉભી કરાઈ

SSG

Last Updated on December 8, 2021 by GSTV Web Desk

ઓમીક્રોનના સંભવિત ખતરાને જોતા વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલ સજ્જ બન્યું છે. સયાજી હોસ્પિટલમાં ઓમીક્રોનની સારવાર માટે તૈયારી શરૂ કરી દેવાઈ છે. હોસ્પિટલમાં 35 આઈસીયુ બેડ, 10 સેમી આઈસીયુ બેડ મળી કુલ 45 આઈસીયુ બેડ તૈયાર કરાયા છે. તો ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ પણ તૈયાર રાખવામાં આવી છે. ઓમિક્રોનના ખતરાને જા 150 મોનીટર, 500 ઓક્સિજન બેડ, 150 વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા તંત્ર સજ્જ બન્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67 નવા કેસ નોંધાયા

કોરોના આપણી વચ્ચે છે જ નહીં તેમ માનીને કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં થઇ રહેલી બેદરકારીથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ શકે છે. ગુજરાતમાં 8 જુલાઇ બાદ પ્રથમવાર કોરોનાના દૈનિક કેસનો આંક 60 પાર થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 નવા કેસ સામે આવ્યા છે જ્યારે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. સોમવારે  કોરોનાના ૩૮ કેસ નોંધાયા હતા. આમ, એક જ દિવસમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે.

કોરોના આપણી વચ્ચે છે જ નહીં તેમ માનીને કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં થઇ રહેલી બેદરકારીથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ શકે છે. ગુજરાતમાં 8 જુલાઇ બાદ પ્રથમવાર કોરોનાના દૈનિક કેસનો આંક 60 પાર થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 નવા કેસ સામે આવ્યા છે જ્યારે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. સોમવારે  કોરોનાના ૩૮ કેસ નોંધાયા હતા. આમ, એક જ દિવસમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે.

કોરોનાના સૌથી વધુ કેસમાં અમદાવાદ ફરી ‘એપિસેન્ટર’ પુરવાર થઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં 25-ગ્રામ્યમાં 1 સાથે 26 નવા કેસ સામે આવ્યા હતા. સુરત શહેરમાં 7, વડોદરા શહેરમાં 5-ગ્રામ્યમાં 1 સાથે 6, ભાવનગર શહેરમાં 6, વલસાડમાં 4, જામનગર શહેરમાં 3, ખેડા-નવસારીમાં 2 જ્યારે આણંદ-ગાંધીનગર ગ્રામ્ય-જુનાગઢ ગ્રામ્ય-કચ્છ-રાજકોટ ગ્રામ્યમાં 1-1 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 8,27,873 થયો છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક 10,095 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 39 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,17,361 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૪% છે.

રાજ્યમાં હાલ 417 એક્ટિવ કેસ છે અને 9 દર્દી વેન્ટિલેટર પર છે. 20 જુલાઇ બાદ પ્રથમવાર રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 370 પાર થયો છે. 30 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના 275 એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા 7 દિવસમાં જ રાજ્યમાં એક્ટિવ કેસના પ્રમાણમાં 35% નો વધારો નોંધાયો છે. અમદાવાદ સૌથી વધુ 126, વડોદરામાં 54, ભાવનગરમાં 34,  સુરતમાં 31 સાથે સૌથી વધુ એક્ટિવ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ 3,82,470 ને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે 8.35 કરોડ થયા છે.

GSTV

Read Also

Related posts

કહેર/ ગામડામાં વધતા સંક્રમણને પગલે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, ગ્રામ્ય વિસ્તારનાં ચાર હજાર ઘરો છે સામેલ

Dhruv Brahmbhatt

પાટનગરવાસીઓ સાવધાન : અહીં પ્રતિ કલાકે 35 લોકો થઇ રહ્યાં છે કોરોનાનો શિકાર, ગત રોજ છેલ્લાં 24 કલાકમાં જ નોંધાયા 800થી વધુ કેસ

Dhruv Brahmbhatt

એસ.ટી.નિગમનાં કર્મચારી યુનિયન દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી, મોંઘવારી ભથ્થાને લઇને કરી આ માંગ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!